News of Wednesday, 19th February 2025
સંગમમાં ડૂબકી લગાવવાથી મોક્ષ ના મળે...
શ્રી શ્રી રવિશંકરનું મોટું નિવેદન, મોક્ષ જ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય છે

જીંદ, તા.૧૯: પ્રયાગરાજ મહાકુંભમાં દેશ–વિદેશના ૫૦ કરોડથી વધુ લોકોએ શ્રદ્ધાપૂર્વક ડુબકી લગાવી છે. એવામાં જીંદના સેકટર ૭માં આર્ટ ઓફ લિવિંગ દ્વારા આયોજિત ફસલ બચાવો જાતિ બચાવો કાર્યક્રમમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે હાજરી આપી હતી. આ દરમિયાન આધ્યાત્મિક ગુરુએ એક મોટી વાત કહી છે.
જાણો સંગમ સ્નાન વિષે આધ્યાત્મિક ગુરુએ શું કહયું : શ્રી શ્રી રવિશંકરે કહયું કે, માત્ર ડૂબકી લગાવવાથી મોક્ષ નથી મળતો. મોક્ષ જ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય છે. કુંભમાં આવતા ઋષિ–મુનિઓ પાસેથી જ્ઞાન લો અને તમારું જીવન સુધારો. કુંભમાં સરકાર અને પ્રશાસન દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે.
આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે ખાપ પંચાયતોને દરેક ગામને ડ્રગ્સથી બચાવવા માટે અભિયાન ચલાવવા માટે કહયું હતું. તેમજ તેમણે કહ્રયું હતું કે, ડ્રગ્સનું સેવન કરતા લોકોને યોગ સાથે જોડો અને ડ્રગ્સ વેચનારાઓ વિશે પોલીસને જાણ કરો.
શ્રી શ્રી રવિશંકરે આ કાર્યક્રમમાં ખાપને સંદેશ આપ્યો કે, પોતપોતાના ગામોમાં વ્યસન મુકિતનો સંદેશ ફેલાવો અને નશાના આ દલદલમાં ફસાયેલા યુવાનોને બચાવો. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે યુવાનોએ ડ્રગ્સથી દૂર રહેવું જોઈએ. તે તેમની વચ્ચે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહયું છે, જેના કારણે તેમનું ભવિષ્ય અંધકારમય બની રહયું છે.
હિન્દુ મેરેજ એકટ વિશે બોલ્યા આધ્યાત્મિક ગુરુ : ખાપના અભિયાનને સમર્થન આપતાં રવિશંકર મહારાજે કહયું કે, લગ્ન એક ગામ અને એક કુળમાં ન થવા જોઈએ. જાતિને બચાવવા માટે આ કરવું જરૃરી છે. તેથી હિન્દુ મેરેજ એકટમાં સુધારો કરવો જોઈએ. આ રૃઢિચુસ્તતા નથી પરંતુ તેનો વૈજ્ઞાનિક આધાર છે.(૨૩.૨૨)
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
