<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

સંઘના દિલ્હી સ્થિત નવા કાર્યાલય‘‘કેશવ કુંજ’’નું સાંજે ઉદ્ઘાટનઃ ભાગવતજી, અમિતભાઇ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે

આ હેડકવાર્ટર ૧૪ ઍકરમાં ફેલાયેલું છે. તેની ડીઝાઇન ગુજરાતના પ્રખ્યાત આર્કિટેક અનુપ દવે દ્વારા તૈયાર કરાઇઃ ૧૨ માળના ટાવરમાં ૩૦૦ રૂમ-ઓફીસો સાથે ૨૭૦ વાહનોનું પાકીંગ

 નવી દિલ્હીઃ તા. ૧૯: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નવી દિલ્હી કાર્યાલય ‘કેશવ કુંજ’નુંં આજે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ય્લ્લ્ વડા મોહન ભાગવત અને ભારતીય જનતા પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે. આ કાર્યક્રમ સાંજે ૪ વાગ્યા પછી શરૃ થશે, જેમાં ગૃહમંત્રી અમિત ભાઇ શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા ભાગ લેશે. આ પ્રસંગે સંઘના વડા મોહન ભાગવત ઉપરાંત, મહાસચિવ દત્તાત્રેય હોસાબલે અને ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે.

ઉદ્ઘાટન સમારોહમાં RSS સાથે સંકળાયેલા લગભગ ૪૦૦૦ લોકો ભાગ લેશે. દિવસભર પૂજા અને વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવશે. સંઘના વડા મોહન ભાગવત આ નવા કાર્યાલયમાં દિલ્હી રાજ્યની પ્રથમ બેઠક યોજશે. આ નવી ઓફિસ લગભગ ચાર એકરમાં ફેલાયેલી છે, જેમાં ત્રણ ૧૨ માળના ટાવર, લગભગ ૩૦૦ રૃમ અને ઓફિસો બનાવવામાં આવી છે. અહીં ૨૭૦ વાહનો માટે ર્પાકિંગની સુવિધા પણ છે.

નવા RSS કાર્યાલયમાં પરંપરાગત ભારતીય સ્થાપત્ય અને આધુનિક સુવિધાઓનું મિશ્રણ છે. આ ઇમારત લગભગ ૫ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે અને તેમાં એક ટાવર, ઓડિટોરિયમ, પુસ્તકાલય, હોસ્પિટલ અને હનુમાન મંદિરનો પણ સમાવેશ થાય છે. આ ભવ્ય ઇમારત જાહેર દાન દ્વારા બનાવવામાં આવી હતી, જેમાં ૭૫ હજારથી વધુ લોકોએ યોગદાન આપ્યું હતું. બાંધકામમાં લગભગ આઠ વર્ષ લાગ્યા અને તેનો કુલ ખર્ચ લગભગ ૧૫૦ કરોડ રૃપિયા હતો.

RSS ના આ નવા કાર્યાલયની ડિઝાઇન ગુજરાતનાપ્રખ્યાત આર્કિટેકટ અનુપ દવે દ્વારા કરવામાં આવી છે. આમાં, હવાદાર માળખા અને કુદરતી પ્રકાશની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ત્રણ ટાવર્સને ‘સાધના’, પ્રેરણાને અર્ચનાનામ આપવામાં આવ્યા છે. સંઘ કાર્યાલયમાં પ્રવેશતાની સાથે જ, સૌથી પહેલો ટાવર જે યાદ આવે છે તે છે ‘સાધના’, ત્યારબાદ ‘પ્રેરણા’ અને છેલ્લે ‘અર્ચના’ ટાવર.

આરએસએસ છેલ્લા આઠ વર્ષથી ભાડાના મકાનમાં પોતાની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યું હતું. હવે નવી અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ઓફિસમાં કામ શરૃ થશે. સંઘનું આ નવું કેન્દ્ર સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વધુ અસરકારક બનાવવા માટે બનાવવામાં આવ્યું છે.

(4:45 PM IST)