<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

સોલીડ મોટર્સ માટે વિશ્વના સૌથી મોટા ૧૦ ટન વર્ટીકલ પ્રોપેલન્‍ટ મિકસરને વિકસાવીને ભારતે સીમાચિન્‍હ હાંસલ કર્યુ

ઇસરોની વધુ એક સિધ્‍ધી

 

નવી દિલ્‍હીઃ અવકાશ ટેકનોલોજી ભારતની આત્‍મનિર્ભરતાને મોટા પાયે પ્રોત્‍સાહન આપતા ભારતીય વૈજ્ઞાનિકો અને એન્‍જીનીયરોએ રોકેટ મોટર ઉત્‍પાદનમાં એક મહત્‍વપુર્ણ ઘટક સોલીડ પ્રોલન્‍ટસ પર પ્રક્રિયા કરવા માટે વિશ્વનું સૌથી મોટુ ૧૦ ટન વર્ટીકલ પ્‍લેનેટરી મિકસર સરળતાપુર્વક વિકસાવ્‍યુ છે. અવકાશમાં આત્‍મનિર્ભર ભારત પહેલ હેઠળ આ એક સીમાચીન્‍હ રૂપ મહત્‍વપુર્ણ સિધ્‍ધી છે.

આ મિકસર સતીષ ધવન સ્‍પેશ સેન્‍ટર (એસડીએસસી) ઇસરો દ્વારા સેન્‍ટ્રલ મેન્‍યુફેચરીંગ ટેકનોલોજી ઇન્‍સ્‍ટીટયુટ (સીએમટીઆઇ) બેંગ્‍લોરના સહયોગથી ડીઝાઇન કરીને વિકસાવવામાં આવ્‍યું છે. આ સીસ્‍ટમે ફેકટરી સ્‍તરના સ્‍વીકૃત પરીક્ષણો પુરા કર્યા છે અને ૧૩ ફેબ્રુઆરીએ બેગ્‍લોરમાં સચિવ, ડીઓએસ અને ઇસરોના ચેરમેનની હાજરીમાં સીએમટીઆઇના ડીરેકટર દ્વારા એસડીએસસીના ડાયરેકટરને સતાવાર સોપવામાં આવ્‍યું હતું.

૧૦ ટન વર્ટીકલ મિકસરની વિશેષતાઓ

(૧) વિશ્વમાં સૌથી મોટુ આ સીસ્‍ટમ્‍સ વૈશ્વિશ સ્‍તરે સૌથી મોટુ સોલીડ પ્રોપેલન્‍ટ મિકસર છે. (ર) હેવી ડયુટી બિલ્‍ડઃ આશરે ૧પ૦ ટન વજન ધરાવતુ આ મીકસર પ.૪ મીટર×૩.૩ મીટર×૮.૭ મીટર ઉંચુ છે. (૩) અદ્યતન ટેકનોલોજીઃ તે બહુ વિધ રીતે સજજ છે. હાઇડ્રોસ્‍ટેટીક સંચાલીત છે અને એસસીએડીએ સ્‍ટેશનો સાથે પીએલસી આધારીત નિયંત્રણ સીસ્‍ટમનો ઉપયોગ કરીને દુરસ્‍થ રીતે સંચાલીત થશે.

(4:27 PM IST)