News of Wednesday, 19th February 2025
બેવડી ઋતુ વચ્ચે ૫.હિમાલય ક્ષેત્ર તથા ઉ.પ.ના મેદાની વિસ્તારોમાં વરસાદની શકયતા
દેશના હવામાનમાં પલટો આવ્યો છે, જેના કારણે ઘણા રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે

નવી દિલ્હી, તા.૧૯: હવામાન ખાતા ચેતવણી જારી કરતા જણાવેલ કે પヘમિ હિમાલય ક્ષેત્રમાં ૨૨ ફેબ્રુઆરી સુધી અને ઉત્તર પશ્ચિમી ભારતના મેદાની વિસ્તારોમાં ૧૯-૨૦ ફેબ્રુઆરી સુધી વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. આગામી ૪-૫ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમી , મધ્ય અને ઉત્તર દ્વીપકલ્પીય ભારતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ૨-૪°C વધુ રહેવાની શકયતા છે. ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે પવન ફૂંકાશે. આગામી દિવસોમાં ચારેય દિશામાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. વરસાદ પછી ફરી એકવાર ઠંડીની તીવ્રતા વધી શકે છે. હિમાચલ પ્રદેશ, બિહાર, આસામ, મેઘાલય અને પヘમિ બંગાળના ગંગા કિનારાના વિસ્તારોમાં દિવસનું તાપમાન સામાન્ય કરતાં ઘણું વધારે ૫.૧ ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ હતું. આગામી ૨૪ કલાકમાં ઉત્તર પヘમિ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. ત્યારબાદ, આગામી ૪૮ કલાકમાં લગભગ ૨-૩જી સેલ્સિયસ તાપમાનમાં વધારો અને આગામી ૨ દિવસમાં લગભગ ૨-૩જી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો થવાની ધારણા છે. દિલ્હી NCR માં છેલ્લા ૨૪ કલાકમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ૧-૨ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. મંગળવારે રાજધાનીમાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહ્યું, પરંતુ પછીથી હવામાન સ્વચ્છ થયું. ૧૯થી ૨૧ ફેબ્રુઆરી સુધી આકાશ વાદળછાયું રહેશે. ૧૯ ફેબ્રુઆરીના રોજ રાત્રે ભારે વાવાઝોડા સાથે હળવો વરસાદ પડી શકે છે, જ્યારે ૨૦ ફેબ્રુઆરીના રોજ સવારે હળવો ઝરમર વરસાદ પડવાની શકયતા છે. આ સમય દરમિયાન, દિવસ દરમિયાન ૨૦-૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે. ૨૧ ફેબ્રુઆરીએ સવારે ગાઢ ધુમ્મસ રહેશે. ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળમાં છેલ્લા ૨૪ કલાકમાં દિવસના તાપમાનમાં ૧-૩ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે, જ્યારે તમિલનાડુ, પુડુચેરીમાં પારામાં ૧-૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે. (રર.૧૪)
(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
