<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

દિલ્હીના નવા સીએમના નામની જાહેરાત: રેખા ગુપ્તા બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી

ચર્ચા બાદ ધારાસભ્ય પક્ષના નેતાનું નામ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું.

નવી દિલ્હી :દિલ્હીના નવા સીએમના નામની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીના નવા સીએમ અંગે અનેક અટકળો ચાલી હતી. આખરે બીજેપી હાઈકમાન્ડે તેની જાહેરાત કરી દીધી છે. રેખા ગુપ્તાને દિલ્હીના નવા સીએમ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોના લગભગ ૧૧ દિવસ પછી, હવે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે. 20 ફેબ્રુઆરીએ દિલ્હીના રામલીલા મેદાનમાં નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સાથે ભાજપ સરકારની રચના થશે. આ માટેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન, બુધવારે (૧૯ ફેબ્રુઆરી) ધારાસભ્ય પક્ષની બેઠક યોજાઈ હતી, જેમાં ચર્ચા બાદ ધારાસભ્ય પક્ષના નેતાનું નામ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું.

 


 

(8:15 PM IST)