News of Wednesday, 19th February 2025
રૂ. 5 કરોડની મિલકત, રૂ. 1.5 લાખ રોકડા: જાણો દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા પાસે કેટલી મિલકત છે.
શાલીમાર બાગથી ચૂંટણી જીતીને તે પ્રથમ વખત ધારાસભ્ય બન્યા : રેખા ગુપ્તા અને તેમના પતિ પાસે 53 લાખ 68 હજાર 323 રૂપિયાની જીવન વીમા પોલિસી

નવી દિલ્હી :ભારતીય જનતા પાર્ટીએ રેખા ગુપ્તાને દિલ્હીના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે. શાલીમાર બાગથી ચૂંટણી જીતીને તે પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે.
2025 માં દાખલ કરાયેલ એફિડેવિટ મુજબ સંપત્તિ દિલ્હી વિધાનસભા 2025ની ચૂંટણી દરમિયાન ફાઈલ કરવામાં આવેલી એફિડેવિટ અનુસાર રેખા ગુપ્તાની કુલ સંપત્તિ લગભગ 5.3 કરોડ રૂપિયા છે. તેમની આવકનો સ્ત્રોત વકીલ તરીકેનો તેમનો વ્યવસાય અને રાજકીય કારકિર્દી છે.
રેખા ગુપ્તા પાસે 1,48,000 રૂપિયા રોકડા છે અને 22 લાખ 42 હજાર 242 રૂપિયા તેમના બેંક ખાતામાં જમા છે. આ સિવાય તેની ઘણી કંપનીઓમાં પણ શેર છે.
રેખા ગુપ્તા અને તેમના પતિ પાસે 53 લાખ 68 હજાર 323 રૂપિયાની જીવન વીમા પોલિસી છે. રેખા ગુપ્તા પાસે કોઈ કાર નથી. તેના પતિના નામે મારુતિ XL6 (2020 મોડલ)ની કાર છે. રેખા ગુપ્તાનું દિલ્હીના રોહિણીમાં એક ઘર છે, જેની કિંમત 30 રૂપિયાથી વધુ છે.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
