<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

મુખ્યમંત્રી મમતાની 'મૃત્યુ કુંભ' ટિપ્પણી પર સુકાંત મજુમદારએ લખ્યો રાજ્યપાલને પત્ર

વિધાનસભાના રેકોર્ડમાંથી આ નિવેદન દૂર કરવા, આ બાબતની નોંધ લેવા અને મુખ્યમંત્રીને જાહેરમાં માફી માંગવા વિનંતી કરી.

કોલકતા : પશ્ચિમ બંગાળ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે મુખ્યમંત્રી મમતા બેનર્જીની 'મૃત્યુકુંભ' ટિપ્પણી પર રાજ્યપાલને પત્ર લખ્યો છે. તેમણે રાજ્યપાલ ડૉ. સી.વી. આનંદ બોઝને પત્ર લખીને તેને અત્યંત અસંવેદનશીલ અને અત્યંત અપમાનજનક ગણાવ્યું છે.

 ઉપરાંત, તેમણે વિધાનસભાના રેકોર્ડમાંથી આ નિવેદન દૂર કરવા, આ બાબતની નોંધ લેવા અને મુખ્યમંત્રીને જાહેરમાં માફી માંગવા વિનંતી કરી.

(9:03 PM IST)