<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

લગ્નની એનિવર્સરીમાં પતિની ગર્લફ્રેન્‍ડને બોલાવીઃ વીડિયો વાયરલ

કળિયુગમાં સતયુગની પત્‍ની! : પતિ સૌની સામે ગર્લફ્રેન્‍ડને ગળે લગાવે છે અને બાદમાં તેને ગિફટ આપે છે

નવી દિલ્‍હી,તા.૨૧: વીડિયોમાં આપ જોઈ શકો છો કે એક મહિલા ઊભી છે અને પતિ-પત્‍નીના ગળામાં માળા નાખેલી છે. પતિ સૌની સામે ગર્લફ્રેન્‍ડને ગળે લગાવે છે અને બાદમાં તેને ગિફ્‌ટ આપે છે. પતિની આવી હરકત પર પત્‍ની કંઈ બોલતી નથી, ઉલ્‍ટા પતિની હરકત જોઈને તાળીઓ પાડે છે. આ ખૂબ જ અજીબ વીડિયો છે. એટલા માટે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા એવા અજીબોગરીબ વીડિયોનો ભંડાર છે, જેને જોઈને તમને પણ નવાઈ લાગે. હાલમાં આવા અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવે છે કે એક પત્‍નીએ લગ્નની વર્ષગાંઠ પર પતિની ગર્લફ્રેન્‍ડને બોલાવી અને જ્‍યારે બંને સૌની સામે રોમેન્‍ટિક થવા લાગ્‍યા તો પત્‍ની તેમને જોઈને ખુશ થઈ તાળીઓ પાડવા લાગી. આ એક વાયરલ વીડિયો છે, તેથી ન્‍યૂઝ ૧૮ તેની સત્‍યતાની પુષ્ટિ નથી કરતું. શકય છે કે વીડિયો અસલી હોય, પણ તેમાં જે દાવો કર્યો છે, તે કદાચ ખોટો હોય!

ટ્‍વિટર અકાઉન્‍ટ @kapil_parod પર હંમેશા અજીબોગરીબ વીડિયોઝ પોસ્‍ટ કરવામાં આવે છે. હાલમાં આવો જ એક વીડિયો પોસ્‍ટ કરવામાં આવ્‍યો છે, જેમાં દાવો કર્યો છે કે, એક પત્‍નીએ પોતાના લગ્નની વર્ષગાંઠની ઉજવણીમાં પતિની પ્રેમિકાને પણ બોલાવી હતી. પ્રેમિકા ફંક્‍શનમાં આવી અને પતિએ સૌની સામે તેને ગળે લગાવી અને ફૂલ પણ ગિફ્‌ટમાં આપ્‍યું.

વીડિયોમાં આપ જોઈ શકો છો કે એક મહિલા ઊભી છે અને પતિ-પત્‍નીના ગળામાં માળા નાખેલી છે. પતિ સૌની સામે ગર્લફ્રેન્‍ડને ગળે લગાવે છે અને બાદમાં તેને ગિફ્‌ટ આપે છે. પતિની આવી હરકત પર પત્‍ની કંઈ બોલતી નથી, ઉલ્‍ટા પતિની હરકત જોઈને તાળીઓ પાડે છે. આ ખૂબ જ અજીબ વીડિયો છે. એટલા માટે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

વાયરલ વીડિયોને ૨ લાખથી પણ વધારે વ્‍યૂઝ મળી ચૂકયા છે અને કેટલાય લોકો તેના પર કોમેન્‍ટ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્‍યું કે, પત્‍નીએ પોતાનો રસ્‍તો ખોલી રહી છે. આજે પત્‍નીએ પતિને તેની ગર્લફ્રેન્‍ડ સાથે મિલન કરાવ્‍યું, કાલે તે પોતાના બોયફ્રેન્‍ડ સાથે મળવાની ડિમાન્‍ડ કરશે. એકે લખ્‍યું કે બહુ મોટું દિલ છે પત્‍નીનું. કળિયુગમાં સતયુગવાળી પત્‍ની!(૪૦.૬)

(10:26 AM IST)