<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

સાધુ ભિક્ષા માગવા આવ્‍યા, ઘરમાંથી મહિલા બહાર નીકળીઃ જોતા જ કહ્યું- ઓહો મારા પ્રાણનાથ! ૨૭ વર્ષે પતિ પાછો મળ્‍યો

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં ૨૭ વર્ષથી ગાયબ વ્‍યક્‍તિ જ્‍યારે ઘરે પરત ફર્યો તો પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ

મિર્ઝાપુર,તા.૨૧:  ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં ૨૭ વર્ષથી ગાયબ વ્‍યક્‍તિ જ્‍યારે ઘરે પરત ફર્યો તો પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ. પ્રયાગરાજ મહાકુંભ તાાન કરવા આવેલા વ્‍યક્‍તિને તાાન બાદ ઘર અને માની યાદ આવી તો તે પોતાના ઘરે પરિવારની વચ્‍ચે આવી ગયો. આ મામલો ચુનાર તાલુકાના જમાલપુરનો છે.

અહીંના અમરનાથ ગુપ્તા ૧૯૯૮માં મનમાં સંન્‍યાસનો ભાવ આવતા પરિવારને કહ્યા વિના વળંદાવન જતા રહ્યા હતા. પરિવારે તેમને ખૂબ શોધ્‍યા પણ કયાંય પત્તો લાગ્‍યો નહીં. બાદમાં પરિવારે તેમને મળત માની લીધા હતા, પણ અચાનક ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ તેઓ ઘરે પાછા આવી ગયા. ઘરે પહોંચતા જ પત્‍ની ચંદ્રાવતીએ તેમને જોઈને ચોંકી ગઈ. આખું ઘર હેરાન થઈ ગયું. તેમની ખુશીનું ઠેકાણુંન રહ્યું.

સંન્‍યાસી જીવનમાં આવ્‍યા બાદ તેમણે પોતાનું નામ અમરનાથ બાબા કરી નાખ્‍યું હતું. વળંદાવન ગયા બાદ આખા ભારતમાં તીર્થ ભ્રમણ કર્યું. ચાર ધામની યાત્રા પણ કરી. ઘરની યાદ કેવી રીતે આવી એવું પૂછતા અમરનાથ ગુપ્તા કહે છે કે ૧૩ જાન્‍યુઆરીના રોજ તેઓ મહાકુંભમાં ગયા હતા. ત્‍યાં તાાન કર્યું. ત્‍યારબાદ અચાનક ઘરની અને માની યાદ આવી તો પરત આવી ગયો.

અમરનાથે જણાવ્‍યું કે, ૨૭ વર્ષ બાદ પરત ફર્યો છું. ઘરેથી ૧૯૯૮માં નીકળ્‍યો હતો. ૨૭ વર્ષથી બહાર છું. અહીંથી વળંદાવન ગયો હતો. ચાર ધામ ગયો. ત્‍યારબાદ તીર્થાટન કર્યું. ૧૩ તારીખે મહાકુંભમાં આવ્‍યો હતો. માની યાદ આવી તો વિચાર્યું દર્શન કરી લઉં. એટલા માટે પાછો આવ્‍યો. ૧૫ ફેબ્રુઆરીએ સવારે આવ્‍યો હતો. બધા તો નહીં પણ ઘરના અમુક લોકો ઓળખી ગયા. સાધુ બની ગયો છું તો આગળનું જીવન પણ આવી જ રીતે પસાર કરીશ. હજુ હું ફરીથી જતો રહીશ. રામ મંદિરમાં મેં કાર સેવા કરી છે. તેના માટે જેલમાં પણ ગયો હતો. રામ મંદિર બન્‍યું તો બહુ સારું લાગ્‍યું.(પ્રતિકાત્‍મક તસવીર-AI)

ઘર છોડવાના કારણનો ખુલાસો કરતા અમરનાથે જણાવ્‍યું કે, ‘મારી આર્થિક સ્‍થિતિ સારી નહોતી. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય પણ ઠીક નહોતું. ગભરાહટ થઈ તો મનમાં ભજનનો વિચાર આવ્‍યો. બાદમાં વળંદાવન જતો રહ્યો. કુરુક્ષેત્રમાં અને રાજસ્‍થાનમાં પણ રહ્યો. ત્‍યાં દીક્ષા લઈ લીધી. મહાકુંભમાં લાગ્‍યું કે માતા-પિતા સાથે એક વાર મુલાકાત કરી લઉં. અહીં આવ્‍યો તો જાણવા મળ્‍યું કે પિતાજી તો સ્‍વર્ગવાસ થઈ ગયા. માતાજીના દર્શન થયા છે. ભજન પૂજનનો ભાવ પહેલાથી જ હતો. ઘર કોઈ ભૂલી શકે નહીં. ઘરે પરત ફરવાની ઈચ્‍છા તો વારંવાર થતી પણ દબાવી દેતો. પ્રયાગરાજમાં આવ્‍યા બાદ અચાનક આત્‍મામાંથી અવાજ આવ્‍યો અને ઘરે પાછો આવી ગયો.'

પત્‍ની ચંદ્રાવતીએ કહ્યું કે, ‘બાળકો એકદમ નાના હતા ત્‍યારથી તેઓ પહાડી પર પૂજા ભજનની વાત કરતા હતા. બે છોકરાના લગ્ન પણ થઈ ચૂકયા છે. બે છોકરીઓના લગ્ન બાકી છે. મને કોઈ ખર્ચા નથી આપતા. મેં તેના માટે ભિક્ષા પણ માંગી, ભાઈ-બહેન પાસે મદદ માગી. અમને બહુ ખુશી થઈ રહી છે. અમે ભોલે બાબાને હંમેશા તેના માટે પ્રાર્થના કરતા હતા. તેમણે મારા પતિને પાછો મોકલી દીધો.'(૪૦.૫)

(10:27 AM IST)