તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 21st February 2025
ડોનાલ્ડ ટ્રમ્પે એપલના ટિમ કૂકને વિશ્વભરમાં એપલ ઉત્પાદનો પર ટેરિફ અંગે ચર્ચા કરવા આમંત્રણ આપ્યું: ભારતમાં એપલ ઉત્પાદનો ઉપર સૌથી વધુ ટેરિફ: ન્યુઝ ફર્સ્ટ

ટેરિફ સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે ગૂગલ અને એમેઝોનને આગામી સમયમાં આમંત્રણ આપશે: જૂનમાં ટેસ્લા કાર ભારતમાં: ભારતે ઈમ્પોર્ટેડ કાર ઉપર ડ્યુટી ૧૨૦% થી ઘટાડી ૧૫% કરી નાખશે*
આવતા મહિને ઈમ્પોર્ટેડ કાર પર નોંધપાત્ર ટેરિફ ઘટાડાની અને અને પીએલઆઈ નીતિની મોદી સરકાર જાહેરાત કરશે: નિર્મલા સીતા રમણ કહે છે ભારત આયાત ડ્યુટીની સમીક્ષા કરવાનું ચાલુ રાખશે: ટ્રમ્પનું જબરુ દબાણ કામ કરી ગયું*
ટેરિફ ટેન્શન !! ડોનાલ્ડ ટ્રમ્પે એપલના ટિમ કૂકને વિશ્વભરમાં એપલ ઉત્પાદનો પર ટેરિફ અંગે ચર્ચા કરવા આમંત્રણ આપ્યું હોવાનો ન્યુઝફર્સ્ટ જણાવે છે.
• ભારતે એપલ ઉત્પાદનો પર સૌથી વધુ ટેરિફ લાદ્યો.
• ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે ગૂગલ અને એમેઝોનને આગામી સમયમાં આમંત્રણ આપે તેવી શક્યતા છે.
• દરમિયાન, એલોન મસ્કની ટેસ્લા કાર જૂનના મધ્યમાં ભારતમાં આવે તેવી શક્યતા છે.
• ટેસ્લા શોરૂમ સૌપ્રથમ મુંબઈમાં શરૂ થશે અને ત્યાર પછી દિલ્હી-એનસીઆર, બેંગ્લોર, પુણે અને હૈદરાબાદમાં શોરૂમ બનાવશે.
• ભાજપના નેતૃત્વની એનડીએ સરકાર પીએલઆઈ સહિત કાર પર આયાત ડ્યુટી ૧૨૦% થી ઘટાડીને ૧૫% કરશે.
• સરકાર આવતા મહિને ઈમ્પોર્ટેડ કાર પર નોંધપાત્ર ટેરિફ ઘટાડાની અને અને પીએલઆઈ નીતિની જાહેરાત કરે તેવી શક્યતા છે.
• ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણન પગલે; નાણામંત્રી નિર્મલા સીતા રમણે જાહેર કર્યું છે કે, 'ભારત આયાત ડ્યુટીની સમીક્ષા કરવાનું ચાલુ રાખશે અને તેને ઇન્વેસ્ટર ફ્રેન્ડલી બનવાનું લક્ષ્ય રાખશે
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
