News of Friday, 21st February 2025
અમેરિકાની કાર્યવાહીથી ઢીલું પડયું કેનેડાઃ ૭ ગુનાહિત સંગઠનોને મુક્યા આતંકવાદી યાદીમાં
નશીલા પદાર્થો અને માનવ તસ્કરીમાં સામેલ છે આ સંગઠનો

ઓટાવાઃ કેનેડાના જાહેર સુરક્ષામાંથી ડેવિડ મૈકગિંટીએ ગુરૂવારે કહયું કે તેમના દેશો સાત આંતરરાષ્ટ્રીય ગુનાહિત સંગઠનોને આતંકવાદી સંસ્થાની યાદીમાં મૂકી દીધા છે.આ જાહેરાત અમેરિકા દ્વારા ટ્રેનડી અરાગુઆ, સીનાઓલા કાર્ટેલ અને ડ્રગ્સની તસ્કરી સાથે સંકળાયેલ અન્ય સંગઠનોને આતંકી સંગઠન તરીકે જાહેર કરાયાના એક દિવસ પછી કરાઇ છે.
ડેવિડ મૈકગિંટીએ ઓટાબમાં પત્રકારોને જણાવ્યું કે આ યાદીમાં મુકાયેલ સંસ્થાઓ સંગઠિત ગુનાહિત જૂથો છે. આ સંગઠનો અત્યધિક હિંસાનો ઉપયોગ કરીને સ્થાનિક વસ્તીમાં ભય ફેલાવે છે. તેઓ માદક પદાર્થો અને માનવ તસ્કરી તથા ગેરકાયદે હથિયારોની તસ્કરી માટે જાણીતા છે.
વડાપ્રધાન ટ્રુડોએ ત્રણ ફેબ્રુઆરીએ કહયું હતું કે કેનેડા ગુનાહિત સંગઠનોને આતંકવાદી જૂથ તરીકે જાહેર કરશે. કેમ કે તેમણે અમેરિકન ટેરીફમાં ૩૦ દિવસની છૂટની જાહેરાત કરી હતી.
આ યાદીમાં સામેલ સંસ્થાઓમાં અન્ય નામ કાર્ટેલ ડેલગોલ્ફો, લા ફેમિલીયા મિચોઆકાના, કાર્ટેલ્સ યુનિડોસ અને કાર્ટેલ ડે જલિસ્કો નુએવા જનરેશન છે. નશીલી દવાઓની તસ્કરી સાથે સંકળાયેલ મની લોન્ડ્રીંગ પર અંકુશ મૂકવા માટે નાણાં વિભાગે ગુરૂવારે સાંજે ઇડી, ઓટાવા અને કેનેડાની મોટી બેંકો સાથે એક નવી ભાગીદારીની જાહેરાત કરી છે. જેના હેઠળ મની લોન્ડ્રીંગ અને સંગઠિત અપરાધની ગુપ્ત માહિતી શેર કરવાની પરવાનગી મળશે.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
