<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

મહાકુંભમાં ગંગાનું પાણી શુધ્‍ધ છેઃ ભારતીય વૈજ્ઞાનિકનો લેબોરેટરી ટેસ્‍ટ પછી ખુલાસો

જેને શંકા હોય તે મારી સામે લાવે ગંગાનું પાણીઃ વૈજ્ઞાનિક પદ્મશ્રી ડો.અજય સોનકર

પ્રયાગરાજઃ મહાકુંભમાં અત્‍યાર સુધીમાં ૫૭ કરોડથી વધારે શ્રધ્‍ધાળુ ગંગામાં આસ્‍થાથી ડૂબકી લગાવી ચૂક્‍યા છે. તેમ છતાં ગંગા જળની શુધ્‍ધતા પર કોઇ અસર નથી થઇ. મિસાઇલમેન એ.પી.જે અબ્‍દુલ કલામ સાથે વૈજ્ઞાનિક ચર્ચાઓ કરનાર પદમશ્રી વૈજ્ઞાનિક ડોકટર અજયકુમાર સોનકરે પોતાની પ્રયોગશાળામાં એ સાબિત કરી દીધું છે કે ગંગાજળ સ્‍નાન યોગ્‍ય છે. એટલું જ નહીં આલ્‍કલાઇન વોટર જેવું શુધ્‍ધ છે.

ગંગા નદીના જળની શુધ્‍ધતા પર સવાલ ઉઠાવનારાઓને દેશના ટોચના વૈજ્ઞાનિકે પોતાની પ્રયોગશાળામાં ખોટા સાબિત કર્યા છે. તેમણે પોતાની સામે ગંગાજળ લઇને પ્રયોગશાળામાં ચકાસીને સંતુષ્‍ઠ થઇ જાય.

મોતી ઉગાડવા બાબતે જાપાનના વર્ચસ્‍વને પડકારનાર ટોચના ભારતીય વૈજ્ઞાનિકે કે સંગમ અને અરૈલની સાથે એક - બે નહીં પણ પાંચ ઘાટો પરથી ગંગાજળ લીધું હતું.

ડો.સોનકરના સતત ત્રણ મહિનાના રિસર્ચમાં એ સાબિત થયું કે ગંગાજળ સૌથી શુધ્‍ધ છે. અહીં નહાવાથી કોઇ પણ પ્રકારનું કોઇ નુકશાન નથી થતું. પ્રયોગશાળામાં તેની શુધ્‍ધતાની સંપુર્ણ પણે પૃષ્‍ટી થઇ ગઇ છે. બેકટેરિયો ફ્રેઝના કારણે ગંગા જળની અદભૂત સ્‍વચ્‍છતા ક્ષમતા દરેક રીતે જળવાયેલી છે.

ડોકટર અજય સોનકર અનુસાર, આશ્‍ચર્યજન રૂપે કરોડો શ્રધ્‍ધાળુઓ માં સ્‍નાન છતાં ગંગાજળમાં ના તો બેકટેરીયન ગ્રોથ જોવા મળ્‍યો, ના તો પાણીના પીએચ સ્‍તરમાં કોઇ ઘટાડો થયો. તેમણે કહ્યું કે ગંગાજળમાં ૧૧૦૦ પ્રકારના બેકટેરીયોફેઝ ઉપસ્‍થિત છે. જે કોઇ પણ હાનિકારક બેકટેરીયાનો નાશ કરી નાખે છે. એ જ કારણ છે કે ગંગાજળમાં ૫૩ કરોડ શ્રધ્‍ધાળુઓએ સ્‍નાન કર્યા પછી પણ તેનું પાણી દૂષિત નથી થયું

(4:13 PM IST)