News of Friday, 21st February 2025
ચીનમાં મળ્યો ચામાચીડિયાથી માણસોમાં ફેલાતો નવો કોરોના વાયરસ
શું તે કોવિડ-૧૯ જેવો વિનાશ લાવશે ? ચીની ટીમે એક નવો ચામાચીડિયાનો કોરોના વાયરસ શોધી કાઢયો છે જે માનવ રીસેપ્ટર્સનો ઉપયોગ કરી શકે છેઃ આ ચેપ ચામાચીડિયાથી માણસોમાં ફેલાઈ શકે છે, જે ખતરો ઉભો કરે છે તે કોવિડ-૧૯ જેવા જ રીસેપ્ટરનો ઉપયોગ કરે છે : સંશોધકોએ તે મનુષ્યોમાં ફેલાવાની શક્યતા વ્યક્ત કરી છે

બેઇજિંગઃ ચીનમાં નિષ્ણાતોની એક ટીમે ચામાચીડિયામાં એક નવો કોરોનાવાયરસ શોધવાનો દાવો કર્યો છે. આ વાયરસ માણસોથી પ્રાણીઓમાં અથવા માણસોમાં ફેલાઈ શકે છે. તે કોવિડ-૧૯ નું કારણ બનતા વાયરસ જેવા જ માનવ રીસેપ્ટરનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, ફરી એકવાર કોવિડ-૧૯ મહામારી જેવી પરિસ્થિતિ ઊભી થવાની ભીતિ છે. આ વાયરસ બેટવુમન તરીકે પ્રખ્યાત શી ઝેંગલીના નેતૃત્વ હેઠળની ટીમ દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે. ઝેંગલી ગુઆંગઝુ લેબોરેટરીના મુખ્ય વાયરોલોજિસ્ટ છે. તેમનું સંશોધન મંગળવારે ‘સેલ' જર્નલમાં પ્રકાશિત થયું હતું.
સાઉથ ચાઇના મોર્નિંગ સાઉથ પોસ્ટના અહેવાલ મુજબ, સંશોધન કહે છે કે નવો 'HKU5' એક નવા પ્રકારનો કોરોનાવાયરસ છે. આ વાયરસ અગાઉ હોંગકોંગમાં જાપાનીઝ પીપિસ્ટ્રેલ ચામાચીડિયામાં મળી આવ્યો હતો. તે માર્બેકોવાયરસ સબજેનસમાંથી આવે છે. આમાં મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (MERS) નું કારણ બનતા વાયરસનો સમાવેશ થાય છે. આ વાયરસ ACE2 રીસેપ્ટર સાથે જોડાય છે, જેનો ઉપયોગ કોવિડ-૧૯ વાયરસ દ્વારા થાય છે. સંશોધકો કહે છે કે આ વાયરસ માણસોમાં ફેલાવાનું જોખમ વધારે છે. જોકે તે કોવિડ-૧૯ જેટલું ખતરનાક નથી.
વાયરસ માણસોમાં ફેલાવાનો ભય છે
‘‘અમે HKU5–CoV ના એક અલગ વંશ (વંશ-૨) ની શોધની જાણ કરીએ છીએ જે ફક્ત ચામાચીડિયાથી ચામાચીડિયામાં જ નહીં પરંતુ મનુષ્યો અને અન્ય સસ્તન પ્રાણીઓમાં પણ ફેલાય છે,'' સંશોધકોએ જણાવ્યું. સંશોધકોએ શોધી કાઢયું કે જ્યારે ચામાચીડિયાના નમૂનાઓમાંથી વાયરસને અલગ કરવામાં આવ્યો, ત્યારે તે માનવ કોષો તેમજ કળત્રિમ રીતે ઉગાડવામાં આવેલા કોષોને ચેપ લાગ્યો.
સંશોધકોએ વધુમાં જણાવ્યું હતું કે ચામાચીડિયાથી માણસોમાં આ વાયરસ ફેલાવાનું જોખમ વધારે છે. તે સીધા ટ્રાન્સમિશન દ્વારા અથવા કોઈ માધ્યમ દ્વારા ફેલાઈ શકે છે. તેમાં ચાર અલગ અલગ પ્રજાતિઓનો સમાવેશ થાય છે. આમાંથી બે ચામાચીડિયામાં અને એક હેજહોગમાં જોવા મળે છે. ગયા વર્ષે રોગચાળાની તૈયારી માટે તેને વિશ્વ આરોગ્ય સંગઠનની ઉભરતા રોગકારક જીવાણુઓની યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું.
હાલમાં વાયરસ કોઈ મોટો ખતરો નથી.
શી ઝેંગલીની ટીમે શોધી કાઢયું છે કે HKU5–CoV–2 અને આંતરજાતિ ચેપ થવાની શક્યતા વધુ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, આ વાયરસ પર વધુ દેખરેખ રાખવાની જરૂર છે. જોકે, ટીમે સ્પષ્ટતા કરી છે કે તેની કાર્યક્ષમતા COVID વાયરસ કરતા ઘણી ઓછી છે અને HKU5–CoV–2 ને માનવ વસ્તી માટે ખતરા તરીકે જોવું જોઈએ નહીં.(૨૩.૨૭)
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
