News of Friday, 21st February 2025
વીજ ગ્રાહકોએ પ્રીપેઇડ સ્માર્ટ મીટર લગાવવું પડશે
હવે ટુંક સમયમાં બદલાઇ જશે તમારા ઘરનું વીજ મીટર : સરકારે વિધાનસભામાં કરી જાહેરાત : હાલના મીટરના સ્થાને લાગશે સ્માર્ટ મીટર જે પ્રીપેઇડ હશે : લોકોએ ફરજીયાત લગાવવું પડશે

અમદાવાદ, તા. ર૧ : હાલ દરેક ક્ષેત્રે પરિવર્તન આવી રહ્યું છે અને આજના ડીજીટલ યુગ પ્રમાણે નવા-નવા સાધનો અને યંત્રો આવી રહ્યાં છે, જેને કારણે ટેકનોલોજીમાં પરિવર્તન આવી રહ્યું છે. આવું જ એક પરિવર્તન ઉર્જા ક્ષેત્રે આવી રહ્યું છે, અને આ પરિવર્તન આપણા ઘરના વીજળી મીટર સાથે જોડાયેલું છે. ઘણા લાંબા સમયથી સ્માર્ટ મીટર અને પ્રીપેડ મીટરની ચર્ચાઓ થઇ રહી છે, જો કે હવે જલ્દી જ તમારા ઘરનું વીજ મીટર બદલાવાનું છે. તમારા હાલના મીટરના સ્થાને સ્માર્ટ મીટર-પ્રીપેડ મીટર લાગશે.
વીજ ગ્રાહકોએ પ્રીપેઇડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત
અગાઉ પણ ઘણી વખત રાજ્યમાં સ્માર્ટ મીટરને લઈને માથાકૂટ જોવા મળી છે, ત્યારે જનતા માટે એક માઠા સમાચાર મળી રહ્યા છે. હવે જનતાને સ્માર્ટ પ્રિપેઇડ મીટરની જફાથી રાહત નહીં મળે. પ્રિપેઈડ સ્માર્ટ મીટર ફરજિયાત લાગવવુ જ પડશે. આ વાત ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્ય સરકારે જણાવી છે. હવેથી વીજ ગ્રાહકોએ પ્રીપેઇડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત બનશે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના પ્ર‘નો સરકારે જવાબ આપ્યો હતો.
નોંધનીય છે કે, વિધાનસભાના પ્ર‘ોત્તરી કાળ માં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ગળહમાં પ્રિપેઈડ સ્માર્ટ મીટર લગવવા વિશે સવાલ પુછયો હતો. જેના અનુસંધાનમાં ગુજરાત સરકારે પોતાનો જવાબ રજૂ કર્યો હતો. જી હા...પ્રિપેઇડ સ્માર્ટ મીટર લગાવવું ફરિયાત હોવાનો ગુજરાત સરકારે જવાબ રજૂ કર્યો હતો. જેના કારણે હવે કહી શકાય એમ છે કે ગુજરાત રાજ્યના દરેક વીજ ગ્રાહકોએ પ્રીપેઇડ સ્માર્ટ મીટર લગાવવું પડશે.
રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, ઁપ્રિ-પેઈડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. પ્રિ-પેઈડ સ્માર્ટ મીટરના અનેક પ્રકારના ફાયદા છે. તેના કારણે વીજ વપરાશની જાણકારી મોબાઈલ પર મળી રહેશે. અત્યારે ઉપયોગમાં લેવાતા મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે.ઁ
ઊર્જા વિભાગના જણાવ્યાનુસાર, હાલના મેન્યુઅલ રીડિંગ પર આધાર રાખવાને બદલે સ્માર્ટ મીટર જાતે વીજ વપરાશનો ડેટા એકત્રિત કરે છે અને તેને વીજ વિતરણ કંપનીઓને ટ્રાન્સમિટ કરે છે. સ્માર્ટ મીટરમાં જે તે વીજ ગ્રાહકના વીજ વપરાશ અંગેના ડેટા તેમજ અન્ય માહિતી સ્માર્ટ મીટરની અપ્લિકેશન દ્વારા મોબાઇલ પર જ નિયમિત અને તાત્કાલિક ધોરણે વીજ ગ્રાહકને મળી રહે છે.
સ્માર્ટ મીટર ગ્રાહકલક્ષી મૈત્રીપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. જેમાં એડવાન્સ મીટરિંગ સિસ્ટમ હોવાથી તે ગ્રાહકના સ્માર્ટ મીટર એપ્લિકેશન તેમજ ડિસ્ટ્રિબ્યુશન કંપની બંને સાથે કોમ્યુનિકેટ કરે છે. સ્માર્ટ મીટરથી વીજ કંપની દરેક વિસ્તારની વીજ માંગ સમજી તેનું સરળતાપૂર્વક આયોજન કરી શકે છે.(૯.ર૮)

(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
