<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

આજે પણ શેરબજારમાં માતમ : ઇન્‍ટ્રા ડે સેન્‍સેક્‍સ ૬૦૦ પોઈન્‍ટ ઘટયો

રિયલ્‍ટી, ફાર્મા, આઇટી અને ઓટો સેક્‍ટરમાં મહત્તમ વેચાણ દબાણ જોવા મળી રહયું છે : હાલમાં, નિફ્‌ટી ૧૨૨ પોઈન્‍ટથી વધુ ઘટાડા પછી ૨૨૭૯૦ની નીચે ટ્રેડ કરી રહયો છે, જ્‍યારે સેન્‍સેક્‍સ ૪૩૬ પોઈન્‍ટ ઘટાડા પછી ૭૫૨૯૯ની નીચે ટ્રેડ કરી રહયો છે

નવી દિલ્‍હી, તા.૨૧: ભારતીય શેરબજારમાં ફરી એકવાર મોટો ઘટાડો જોવા મળ્‍યો છે. છેલ્લા ઘણા દિવસોથી, નિફ્‌ટીમાં ૨૨૮૦૦ ની ઉપર સપોર્ટ જોવા મળી રહયો હતો. હવે આ આધાર પણ તૂટી ગયો છે. આ અઠવાડિયામાં અત્‍યાર સુધીમાં, બજારે ઘણી વખત ૨૨,૮૦૦ ના સ્‍તરનું પરીક્ષણ કર્યું છે. અત્‍યાર સુધી, નિફ્‌ટી માટે ૨૨,૮૦૦ ના સ્‍તરે મજબૂત ટેકો જોવા મળી રહ્‍યો હતો. આજે નિફ્‌ટીમાં ૧૬૦ પોઈન્‍ટથી વધુનો ઘટાડો જોવા મળ્‍યો છે અને સેન્‍સેક્‍સમાં ઇન્‍ટ્રા ડે ૬૦૦ પોઈન્‍ટથી વધુનો ઘટાડો જોવા મળ્‍યો છે.

રિયલ્‍ટી, ફાર્મા, આઇટી અને ઓટો સેક્‍ટરમાં મહત્તમ વેચાણ દબાણ જોવા મળી રહયું છે. હાલમાં, નિફ્‌ટી ૧૨૨ પોઈન્‍ટથી વધુ ઘટાડા પછી ૨૨૭૯૦  ની નીચે ટ્રેડ કરી રહ્‍યો છે, જ્‍યારે સેન્‍સેક્‍સ ૪૩૬ પોઈન્‍ટ ઘટાડા પછી ૭૫૨૯૯  ની નીચે ટ્રેડ કરી રહ્‍યો છે. બીએસઈના ટોચના ૩૦ શેરોમાંથી, ફક્‍ત ૮ શેરો જ વધારા સાથે ટ્રેડ થઈ રહયા છે. જ્‍યારે ૨૨ શેર ઘટી રહયા છે. સૌથી મોટો ઘટાડો મહિન્‍દ્રા એન્‍ડ મહિન્‍દ્રાના શેરમાં લગભગ ૬ ટકાનો રહયો છે.

ટ્રમ્‍પની ટેરિફ ધમકીઃ યુએસ પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે બધી આયાત પર પારસ્‍પરિક કર લાદવાના પોતાના વલણને પુનરાવર્તિત કર્યા પછી રોકાણકારોની ભાવનાઓને અસર થઈ. જેના કારણે ઓટો અને ફાર્મા શેરોમાં ભારે દબાણ જોવા મળી રહયું છે.

FII નું વેચાણઃ વિદેશી સંસ્‍થાકીય રોકાણકારો (FII) એ ગુરુવારે રૂ. ૩,૩૧૧.૫૫ કરોડના શેર વેચ્‍યા. એક્‍સચેન્‍જ ડેટા અનુસાર, આ વર્ષે અત્‍યાર સુધીમાં FII દ્વારા કુલ આઉટફ્‌લો રૂ. ૯૮,૨૨૯ કરોડ સુધી પહોંચી ગયો છે.

ચીની બજારમાં તેજીઃ ચીની શેરબજારોમાં નવી ખરીદી જોવા મળી રહી છે. શુક્રવારે હેંગ સેંગ ઇન્‍ડેક્‍સ ૩% થી વધુ વધ્‍યો. રોકાણકારોને ચીની શેરોમાં મૂલ્‍યાંકન વધુ આકર્ષક લાગી રહયું છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં વધારોઃ સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થઈ રહ્‍યો છે. આનાથી ભારતીય બજારો માટે ચિંતા વધી ગઈ. રશિયામાં પુરવઠામાં વિક્ષેપ પડવાની આશંકા વચ્‍ચે ગુરુવારે બ્રેન્‍ટ ક્રૂડના વાયદામાં વધારો થયો હતો.

આજે ઓટો શેરમાં મોટો ઘટાડો જોવા મળી રહયો છે. સૌથી મોટો ઘટાડો મહિન્‍દ્રા એન્‍ડ મહિન્‍દ્રાના શેરમાં ૬ ટકાનો રહયો છે. આ પછી, ટીવીએસ મોટર્સના શેરમાં ૪ ટકાનો ઘટાડો થયો છે. બાયોકોનના શેરમાં ૪ ટકાનો ઘટાડો થયો છે, જ્‍યારે સેન્‍ટના શેરમાં ૬ ટકાથી વધુનો ઘટાડો થયો છે.

(3:46 PM IST)