<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

તું પાતળી, સ્‍માર્ટ અને ગોરી છે, સ્‍ત્રીને આવા સંદેશા મોકલવા એ અશ્‍લીલતા છે

મહારાષ્ટ્રના દિંડોશીની સેશન્‍સ કોર્ટે એક મહત્‍વપૂર્ણ ચુકાદો આપ્‍યો :ટ્રાયલ કોર્ટના નિર્ણયને પડકારનાર આરોપીને સેશન્‍સ કોર્ટમાંથી રાહત મળી નથી : કોર્ટે તેની ત્રણ મહિનાની સજા યથાવત રાખી : ફરિયાદ પક્ષે સાબિત કર્યુ છે કે આરોપીએ મહિલાને ફોટા અને સંદેશા મોકલ્‍યા હતા :આવા સંદેશાઓ મહિલાના ગૌરવનું અપમાન કરવા સમાન

મુંબઈ, તા.૨૧: મહારાષ્ટ્રના દિંડોશીની સેશન્‍સ કોર્ટે એક મહત્‍વપૂર્ણ ચુકાદો આપ્‍યો છે. કોર્ટે એક અજાણી સ્રીને કહયું કે તું પાતળી, ખૂબ જ સ્‍માર્ટ અને ગોરી દેખાતી છો... મને તું ગમે છે. આવા સંદેશા મોકલવા એ અશ્‍લીલતા સમાન છે. ન્‍યાયાધીશે કહયું કે આ સંદેશાઓ મહિલાઓના ગૌરવનું અપમાન છે.

દિંડોશીના એડિશનલ સેશન્‍સ જજ ડીજી ધોબલેએ આરોપીની સજા યથાવત રાખી. કોર્ટે ૧૮ ફેબ્રુઆરીના પોતાના આદેશમાં કયું હતું કે અશ્‍લીલતાનું મૂલ્‍યાંકન સમકાલીન સમુદાયના ધોરણોને લાગુ કરતા સરેરાશ વ્‍યક્‍તિના દ્રષ્ટિકોણથી થવું જોઈએ. આરોપી વ્‍યક્‍તિ પર વોટ્‍સએપ પર ભૂતપૂર્વ કાઉન્‍સિલરને અશ્‍લીલ સંદેશા મોકલવાનો આરોપ હતો.

આરોપીએ મેસેજમાં શું લખ્‍યું?કોર્ટે શોધી કાઢયું કે ફોટોગ્રાફ્‌સ અને સંદેશાઓ ફરિયાદીને વોટ્‍સએપ પર રાત્રે ૧૧ થી ૧૨:૩૦ વાગ્‍યાની વચ્‍ચે મોકલવામાં આવ્‍યા હતા. મેસેજમાં લખ્‍યું હતું, ‘તું પાતળી છે, ખૂબ જ સ્‍માર્ટ લાગે છે, તું ગોરી છે... હું ૪૦ વર્ષનો છું, તું પરિણીત છે કે નહીં? મને તું ગમે છે'.

કોર્ટે કહયું કે કોઈપણ પરિણીત મહિલા કે તેનો પતિ આવા વોટ્‍સએપ સંદેશાઓ અને અશ્‍લીલ ચિત્રોને સહન કરશે નહીં. ખાસ કરીને જ્‍યારે મોકલનાર અને ફરિયાદી એકબીજાને ઓળખતા ન હોય. કોર્ટે કહયું કે આરોપીઓએ એવું કંઈ પણ રેકોર્ડ પર લાવ્‍યું નથી જે તેમની વચ્‍ચેના કોઈ સંબંધને સાબિત કરી શકે.

મેજિસ્‍ટ્રેટ કોર્ટે આપેલી સજા : કોર્ટે કહયું કે આ સંદેશ અને કળત્‍ય એક મહિલાના ગૌરવનું અપમાન કરે છે. તમને જણાવી દઈએ કે આરોપીને ૨૦૨૨ માં મેજિસ્‍ટ્રેટ કોર્ટે દોષિત ઠેરવ્‍યો હતો. તેને ત્રણ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી. જોકે, બાદમાં તેમણે આ નિર્ણયને સેશન્‍સ કોર્ટમાં પડકાર્યો.

કોર્ટમાં, આરોપીએ દાવો કર્યો હતો કે રાજકીય દુશ્‍મનાવટને કારણે તેને ખોટી રીતે કેસમાં ફસાવવામાં આવ્‍યો છે. જોકે, કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી અને કહયું હતું કે તે કોઈપણ પુરાવા દ્વારા સાબિત થયું નથી. કોર્ટે એમ પણ કહ્‍યું કે કોઈપણ મહિલા કોઈપણ આરોપીને ખોટા કેસમાં ફસાવીને પોતાની ગરિમા દાવ પર નહીં લગાવે.

સુનાવણી દરમિયાન, કોર્ટે કહયું કે ફરિયાદ પક્ષે સાબિત કર્યું છે કે આરોપીએ મહિલાને અશ્‍લીલ વોટ્‍સએપ સંદેશાઓ અને ફોટોગ્રાફ્‌સ મોકલ્‍યા હતા. ટ્રાયલ કોર્ટ (મેજિસ્‍ટ્રેટ) નો નિર્ણય સાચો છે.(૨૩.૨૩)છે

(3:56 PM IST)