News of Friday, 21st February 2025
પરીક્ષામાં કોપી કરવા ન દેતા વિદ્યાર્થીને ગોળી મારી
બિહારમાં સાસારામમાં હોબાળો : એક વિદ્યાર્થીનું મોત

પટના, તા.૨૧: હાલ બિહારમાં બિહાર સ્કૂલ એક્ઝામિનેશન બોર્ડ(BSEB)ની ૧૦મા બોર્ડ મેટ્રિકની પરીક્ષા ચાલી રહી છે. ગઈ કાલે સાસારામ વિસ્તારમાં પરીક્ષા બાદ પરીક્ષાર્થીઓના બે જૂથો વચ્ચે મારામારી તહી હતી, જેમાં થયેલા ગોળીબારમાં એક વિદ્યાર્થીનું મોત થઇ જતા હોબાળો મચી ગયો છે. એહવાલ મુજબ પરીક્ષાખંડમાં વિદ્યાર્થીએ કોપી ન કરવા દેતા કેટલાક વિદ્યાર્થીએ તેના હુમલો કર્યો હતો.
સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ પરીક્ષા દરમિયાન ઉત્તરવહી ન બતાવવા અંગે જૂથો વચ્ચે વિવાદ થયો હતો. વિવાદને કારણે વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં ગોળીબાર થયો હતો.
બે વિદ્યાર્થીઓ ઘાયલઃ ઉમેદવારો સેન્ટ અન્ના સ્કૂલમાંથી પરીક્ષા આપીને ઘરે પરત ફરી રહયા હતા. પછી તારાચંડી ધામમાં પહેલેથી જ રાહ જોઈ રહેલા બીજા જૂથે હુમલો કર્યો. ત્યારબાદ ગોળીબાર થયો. ગોળીબાર બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. ગામના લોકો એકઠા થવા લાગ્યા, ત્યારે આરોપીઓ ભાગી ગયા. ઘાયલ વિદ્યાર્થીઓને સદર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર દરમિયાન એકનું મોત થઇ ગયું.(૨૩.૨૨)
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
