News of Saturday, 22nd February 2025
ફરાહ ખાનને પોલીસનું તેડું : ધાર્મિક લાગણીઓ દુભાવવાનો આરોપ
ફરાહ ખાન વિરૂધ્ધ ક્રિમિનલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે

મુંબઇ, તા.૨૨: કોરિયોગ્રાફર ફરાહ ખાન ઘણી વાર હેડલાઇન્સમાં રહે છે. પણ આ વખતે, તે મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. ખરેખર બન્યું એવું કે ફરાહ ખાન કુકિંગ રિયાલિટી શો ‘સેલિબ્રિટી માસ્ટરશેફ'ને જજ કરતી જોવા મળી છે. તેના એક એપિસોડમાં ફરાહે હોળીના તહેવાર વિશે ટિપ્પણી કરી હતી. સોશિયલ મીડિયા પર તેને અંગે ઘણી ચર્ચા થઈ હતી. લોકોની ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચી હતી. હવે ફરાહ ખાન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ફરાહ ખાન વિરુદ્ધ ક્રિમિનલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ હિન્દુસ્તાની ભાઉ (વિકાસ ફાટક) દ્વારા કરવામાં આવ્યું છે. એડવોકેટ અલી કાશિફ ખાન દેશમુખ કહે છે કે ફરાહ ખાને લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. હોળીના અવસરે એક હિન્દુને ઁછપરીઁ કહીને તેમણે યોગ્ય કાર્ય કર્યું નથી. આવી સ્થિતિમાં ફરાહ ખાન વિરુદ્ધ મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ફરાહ ખાને ‘સેલિબ્રિટી માસ્ટરશેફ'ના એક એપિસોડમાં હોળીના તહેવાર પર કોમેન્ટ કરી હતી. તેમણે કહયું હતું કે, ‘હોળી એ બધા છાપરી લોકોનો ફેવરેટ તહેવાર છે' યુઝર્સને આ ગમ્યું નહીં. આવી સ્થિતિમાં યુઝર્સે ફરાહ ખાનની ટીકા કરવાનું અને તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. યુઝર્સે કહયું કે ફરાહે આ નિવેદનથી તેમની લાગણીઓને ઠેસ પહોંચાડી છે.
એક યુઝરે કોમેન્ટ કરી, શું તમે આવા બીજા તહેવારો વિશે વાત કરો છો? વાહિયાત હરકત.બીજાએ લખ્યું, ‘આનો અર્થ શું છે છપરી? જુઓ કોણ બોલી રયું છે!' ઘણા યુઝર્સે ફરાહ ખાનની કોમેન્ટને ઈનસેન્સીટીવ ગણાવી છે. ‘સેલિબ્રિટી માસ્ટરશેફ' ઉપરાંત ફરાહ તેના યુટયુબ વ્લોગમાં પણ જોવા મળે છે.
તાજેતરમાં જ ફરાહની મિત્ર સાનિયા મિર્ઝા તેના ઘરે રસોઈ બનાવવા આવી હતી. સાનિયાના દીકરા ઇઝાન સાથે મજા કરતી વખતે, ફરાહે ગાયક ઉદિત નારાયણના ચુંબન વિવાદની મજાક ઉડાવી હતી. વીડિયોની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ફરાહની વાત સાંભળ્યા પછી ફક્ત સાનિયા મિર્ઝા જ નહીં, પણ યુઝર્સ પણ હસવાનું રોકી શક્યા નહીં.(૨૩.૬)
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
