<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

છોકરા સાથે લગ્ન ન કરવાં હોવાથી બ્‍યુટી-પાર્લરમાં હાર્ટ-અટેકથી મરવાનું નાટક રચીને દુલ્‍હન ભાગી ગઈ

લગ્નના સ્‍થળે વરપક્ષના લોકો સજીધજીને વરઘોડો કાઢવાની તૈયારી કરી રહ્યા હતા અને મંગલગીતો ગવાઈ રહ્યાં હતાં ત્‍યારે દુલ્‍હનના મૃત્‍યુના સમાચાર આવતાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી

મુઝફફરપુર,તા.૨૨: ઉત્તર પ્રદેશના મુઝફફરપુરના પ્રખ્‍યાત હોમિયોપથી ડોક્‍ટર ડો. ભારત ભૂષણના પુત્ર ડો. વિજય ભૂષણનાં લગ્ન ઝાંસીના યોગાચાર્ય અવિનાશજી શર્માની દીકરી ડો. સુષુમ્‍ણા શર્મા સાથે નક્કી થયાં હતાં. લગ્નના માહોલમાં દુલ્‍હન બ્‍યુટી-પાર્લરમાં તૈયાર થવા ગઈ હતી. લગ્ન માટે શણગાર સજતી વખતે તેને અચાનક હૃદયમાં દુખાવો ઊપડ્‍યો અને હાર્ટ-અટેક આવી ગયો. હોમિયોપથી ડોક્‍ટર સુષુમ્‍ણાની તબિયત ક્રિટિકલ લાગતાં તેને હૉસ્‍પિટલ લઈ જવામાં આવી, પણ રસ્‍તામાં જ તેનું મળત્‍યુ થઈ ગયું. લગ્ન માટે સજેલી દુલ્‍હનનું મળત શરીર લઈને બધા ઝાંસી પાછા આવ્‍યા. લગ્નના સ્‍થળે વરપક્ષના લોકો સજીધજીને વરઘોડો કાઢવાની તૈયારી કરી રહ્યા હતા અને મંગલગીતો ગવાઈ રહ્યાં હતાં ત્‍યારે દુલ્‍હનના મળત્‍યુના સમાચાર આવતાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. જોકે આ સમાચાર વાઇરલ થતાં પોલીસે તપાસ આદરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને કંઈક અલગ જ વાત જાણવા મળી હતી.

પોલીસે બીજા દિવસે છોકરીના પરિવાર પાસેથી મળતદેહ કયાં છે એની જાણકારી માગી તો પરિવારેના પાડી દીધી. પોસ્‍ટમોર્ટમ કરવાની વાતે પણ પરિવાર રાજી ન થતાં પોલીસે બ્‍યુટી પાર્લરના CCTV કેમેરાનાં ફુટેજ જોયાં એમાં ડો. સુષુમ્‍ણા પોતાની બહેનપણી સાથે બહાર નીકળતી જોવા મળી હતી. પોલીસે રાજસ્‍થાનથી તેની બહેનપણીને પકડીને પૂછપરછ કરતાં ખબર પડી કે સુષુમ્‍ણા આ લગ્ન નહોતી કરવા માગતી એટલે પાર્લરમાંથી જ તેની બહેનપણી સાથે ભાગી ગઈ હતી. આ વાત બહાર આવે અને લોકોમાં વાતો ન થાય એ માટે પરિવારે આ વાત છુપાવી હતી. આ ઘટના પછી ડો. સુષુમ્‍ણાના પિતા યોગાચાર્ય અવિનાશે દીકરીને પોતાની સાથે લઈ જવાનીના પાડી દીધી હતી.(૪૦.૭)

(10:27 AM IST)