News of Saturday, 22nd February 2025
રાજસ્થાનના પ્રદેશ પ્રમુખ તરીકે પુનઃ મદન મોહન ચૂંટાયા
પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના કેન્દ્રીય નિરીક્ષક વિજયભાઇ રૂપાણી સહિતના નેતાઓએ શુભેચ્છા પાઠવી

રાજકોટઃ પૂર્વ મુખ્યમંત્રી અને રાજસ્થાનમાં ભાજપના કેન્દ્રીય નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહેલ વિજયભાઈ રૂપાણી એ ભારતીય જનતા પાર્ટી, રાજસ્થાનના પ્રદેશ પ્રમુખ તરીકે ફરીથી ચૂંટાવા બદલ શ્રી મદન રાઠોડને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. ઉપરાંત, રાજ્યના તમામ નવા ચૂંટાયેલા રાષ્ટ્રીય પરિષદના સભ્યોને શુભકામનાઓ પણ તેઓએ પાઠવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, રાજ્ય પ્રભારી ડો. રાધામોહન દાસ અગ્રવાલ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજે, નાયબ મુખ્યમંત્રી શ્રીમતી દિયા કુમારી અને ડો. પ્રેમચંદ બૈરવા, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, રાજ્ય ચૂંટણી અધિકારી નારાયણ લાલ પંચારિયા સહિત મંત્રીઓ, ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ, જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.(૪૦.૧૨)
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
