<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd February 2025

હિમાચલ પ્રદેશના મંડીમાં સવારે 8.42 કલાકે ૩.૭ ભૂકંપની તીવ્રતાથી ધરા ધણધણી

લોકોમાં ભયનો માહોલ છવાયોઃ ઘરથી બહાર નીકળી ગયા

નવી દિલહીઃ  હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં આજે રવિવાર સવારે 8.42 કલાકે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. લોકો સવાર સવારમાં ઉઠીને રોજીંદા નિત્યક્રમમાં લાગ્યા હતા, આ દરમ્યાન ધરતી અચાનક ધ્રુજવા લાગી, જેનાથી લોકો ડરી ગયા અને પોતાના ઘરોમાંથી ભાગવા લાગ્યા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા 3.7 હતી અને તેની ઊંડાઈ 7 કિમી હતી. રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી.

(10:59 AM IST)