<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd February 2025

ભારતીય સેનામાં ધો.10-12 પાસ માટે બમ્પર ભરતી : આસામ રાઇફલ્સે 2025 માં ગ્રુપ B અને C ની 215 પદો માટે ખાલી જગ્યાઓ ભરવાની જાહેરાત કરી

ઓનલાઈન અરજીઓ 22 ફેબ્રુઆરી 2025 થી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 22 માર્ચ 2025 : અરજી પ્રક્રિયા ફક્ત આસામ રાઇફલ્સની સત્તાવાર વેબસાઇટ www.assamrifles.gov.in દ્વારા જ કરી શકાશે

નવી દિલ્હી તા.૨૩

આસામ રાઇફલ્સે 2025 માં ગ્રુપ B અને C ની 215 પદો માટે ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે. આસામ રાઇફલ્સ ભરતી રેલી 2025 એપ્રિલના ત્રીજા કે ચોથા અઠવાડિયામાં યોજાશે. આ માટે ઓનલાઈન અરજીઓ 22 ફેબ્રુઆરી 2025 થી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 22 માર્ચ 2025 છે. અરજી પ્રક્રિયા ફક્ત આસામ રાઇફલ્સની સત્તાવાર વેબસાઇટ www.assamrifles.gov.in દ્વારા જ કરી શકાય છે. અરજી કરવા માટે ઉમેદવારો ભારતીય નાગરિક હોવા આવશ્યક છે.

આસામ રાઇફલ્સે 2025 માટે કુલ 215 ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે, જેમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. જેમાં સૌથી મોટી સંખ્યા સફાઈ કર્મચારીના પદ માટેની છે. 

• ધાર્મિક શિક્ષક માટે 3 પદ

• રેડિયો મિકેનિક માટે 17 પદ

• લાઇનમેન ફિલ્ડ માટે 8 પદ

• એન્જિનિયર ઇક્વિપમેન્ટ મિકેનિક માટે 4 પદ

• ઇલેક્ટ્રિશિયન મિકેનિક વાહન માટે 17 પદ

• રિકવરી વ્હીકલ મિકેનિક માટે 2 પદ

• અપહોલ્સ્ટર માટે 8 પદ

• વ્હીકલ મિકેનિક ફિટર માટે 20 પદ

• ડ્રાફ્ટ્સમેન માટે 10 પદ

• ઇલેક્ટ્રિશિયન મિકેનિક વાહન માટે 17 પદ

• પ્લમ્બર માટે 13 પદ

• ઓપરેશન થિયેટર ટેકનિશિયન (OTT) માટે 1 પદ

• ફાર્માસિસ્ટ માટે 8 પદ

• એક્સ-રે આસિસ્ટન્ટ માટે 10 પદ

• વેટરનરી ફિલ્ડ આસિસ્ટન્ટ (VFA) માટે 7 પદ

• સફાઈ માટે 70 પદ

 

આ છે અરજી પ્રક્રિયા

અરજી કરવા માટે, ઉમેદવારોએ www.assamrifles.gov.in પર જઈને અરજી ફોર્મ ભરવાનું રહેશે. અરજી કરવાની પ્રક્રિયા 22 ફેબ્રુઆરી 2025 થી શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારો 22 માર્ચ 2025 સુધી અરજી કરી શકે છે. વિવિધ પદો માટે અરજી ફી પણ નક્કી કરવામાં આવી છે. ગ્રુપ B માટે અરજી ફી 200 રૂપિયા અને ગ્રુપ C માટે 100 રૂપિયા છે. SC/ST/મહિલાઓ અને ભૂતપૂર્વ સૈનિકો માટે ફીમાં છૂટ છે.

જરૂરી લાયકાત અને વય મર્યાદા

આસામ રાઇફલ્સ ભરતી 2025 માટે વિવિધ જગ્યાઓ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. 

 

શૈક્ષણિક લાયકાત આ પ્રમાણે છે-

• ધાર્મિક શિક્ષક: સંબંધિત વિષયમાં સ્નાતક

• રેડિયો મિકેનિક: 10મું પાસ, સંબંધિત ક્ષેત્રમાં ડિપ્લોમા અથવા 12મું (નોન-મેડિકલ)

• ઇલેક્ટ્રિશિયન મિકેનિક વાહન: 10મું પાસ, મોટર મિકેનિક ટ્રેડમાં ITI

વય મર્યાદા પોસ્ટ્સ અનુસાર જુદી-જુદી છે અને ખાસ કેટેગરીઓ માટે છૂટછાટ પણ આપવામાં આવી છે. ઉદાહરણ તરીકે, ધાર્મિક શિક્ષકના પદ માટે વય મર્યાદા 18 થી 30 વર્ષ છે, જ્યારે સફાઈ કર્મચારી માટે તે 18 થી 23 વર્ષ છે.

આ છે પસંદગી પ્રક્રિયા

આસામ રાઇફલ્સ ભરતી 2025 માટે પસંદગી પ્રક્રિયા પાંચ તબક્કામાં હાથ ધરવામાં આવશે- 

• શારીરિક ધોરણ કસોટી (PST/PET)

• લેખિત પરીક્ષા

• કૌશલ્ય કસોટી

• તબીબી તપાસ

• મેરિટ લિસ્ટ 

છેલ્લી તારીખ અને અન્ય વિગતો

• અરજી કરવાની છેલ્લી તારીખ: 22 માર્ચ 2025

• ફી ભરવાની છેલ્લી તારીખ: 22 માર્ચ 2025

• ભરતી રેલીની તારીખ: એપ્રિલ 2025 ના ત્રીજા કે ચોથા અઠવાડિયા

(3:34 PM IST)