News of Sunday, 23rd February 2025
ખૂબ જ ઓછા સમયમાં મને બીજી વખત વીરોની ભૂમિ બુંદેલખંડની મુલાકાત લેવાની તક મળી,આ વખતે બાલાજીએ મને બોલાવ્યો છે, હનુમાનજીની કૃપાથી શ્રદ્ધાનું કેન્દ્ર હવે સ્વાસ્થ્યનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે : નરેન્દ્રભાઈ મોદીએ બાગેશ્વર ધામ બાલાજી મંદિરમાં પ્રાર્થના કરી,પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ વડાપ્રધાનનુ સ્વાગત કર્યું
નરેન્દ્રભાઈ મોદીએ અહીં બનનારી બાલાજી સરકાર કેન્સર ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કર્યો અને એક જાહેર સભાને સંબોધિત કરી

નવી દિલ્હી તા.૨૩
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે રવિવારે મધ્યપ્રદેશના બે દિવસના પ્રવાસે છે.નરેન્દ્રભાઈ મોદી છતરપુર પહોંચ્યા છે જ્યાં તેમણે બાગેશ્વર ધામ બાલાજી મંદિરમાં પ્રાર્થના કરી હતી.પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનું સ્વાગત કર્યું હતું.નરેન્દ્રભાઈ મોદીએ અહીં બનનારી બાલાજી સરકાર કેન્સર ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કર્યો અને એક જાહેર સભાને સંબોધિત કરી હતી.
બાગેશ્વર ધામ પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બાલાજીના દર્શન કર્યા. હવે આપણે હોસ્પિટલનો શિલાન્યાસ સમારોહ કરીશું. પ્રધાનમંત્રી મધ્યપ્રદેશના બે દિવસના પ્રવાસે છે.
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભૂમિપૂજન માટે પ્રધાનમંત્રીને આમંત્રણ મોકલ્યું હતું. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ, ખજુરાહોના સાંસદ વી.ડી. શર્મા અને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ હેલિપેડ પર તેમનું સ્વાગત કર્યું હતું.
નરેન્દ્રભાઈ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત જય જટાશંકર ધામથી કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ખૂબ જ ઓછા સમયમાં મને બીજી વખત વીરોની ભૂમિ બુંદેલખંડની મુલાકાત લેવાની તક મળી છે. આ વખતે બાલાજીએ મને બોલાવ્યો છે. હનુમાનજીની કૃપાથી શ્રદ્ધાનું કેન્દ્ર હવે સ્વાસ્થ્યનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
