<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd February 2025

સોના-ચાંદીમાં તીવ્ર ભાવ વધારાને લીધે જ્વેલરી બજારમાં ધંધો ઠપ્પ : ગ્રાહકો ખરીદીથી દૂર થયા

સોના અને ચાંદીના ભાવ એટલા ઝડપથી વધી ગયા છે કે સામાન્ય ગ્રાહકો માટે સોનું અને ચાંદી ખરીદવી મુશ્કેલ બની ગઈ

સોના ચાંદીની કિંમત સતત નવી ઊંચાઈ બનાવી રહ્યા છે. 10 ગ્રામ સોનાના ભાવ રૂપિયા 89 હજાર આસપાસ છે. એક કિલો ચાંદીનો ભાવ પણ રૂપિયા 98 હજાર આસપાસ છે.

આભૂષણોની કિંમતો પણ વધવાને લીધે ગ્રાહકો ખરીદીથી દૂર થઈ રહ્યા છે. તેને લીધે વ્યાપારીઓની મુશ્કેલી વધી રહી છે. આભૂષણોની કિંમતમાં તાજેતરમાં ભારે વધારો થવાને લીધે ગ્રાહકો બજારમાં ખરીદી કરવા આવી રહ્યા નથી. તેને લીધે દુકાનોમાં ગ્રાહકો જોવા મળતા નથી અને એકંદરે સોના-ચાંદી સાથે સંકળાયેલ ઉદ્યોગ ઠપ્પ થઈ રહ્યો છે.

કટરાના સિવિલ લાઇન્સના ચોકના ઝવેરાત વેપારીઓ સોમનાથ સ્વર્ણકર, અનૂપ, પંકજ સિંહ કહે છે કે સોના અને ચાંદીના વધતા ભાવને કારણે ધંધામાં ઘણો ઘટાડો થયો છે. મહા કુંભ મેળામાં આવતા ભક્તોની ભીડને કારણે ધંધો સારો રહેશે તેવી અપેક્ષા હતી, પણ શહેરમાં વિવિધ સ્થળોએ બેરિકેડિંગ અને જામને કારણે ગ્રાહકો બુલિયન માર્કેટ સુધી પહોંચી શકતા નથી.

તાજેતરમાં લગ્નગાળાની સિઝન પણ પૂરી થઈ ગઈ છે. આટલી ઊંચી સપાટીએ સોના-ચાંદીની કિંમતો હોવાથી ગ્રાહકોનું બજેટ આટલા લેવલ સુધી ખરીદી કરવાથી દૂર રહે છે.
સોના અને ચાંદીના ભાવ એટલા ઝડપથી વધી ગયા છે કે સામાન્ય ગ્રાહકો માટે સોનું અને ચાંદી ખરીદવી મુશ્કેલ બની ગઈ છે. તેનાથી વેપારીઓ અને ગ્રાહકો બંનેને મુશ્કેલી પડી રહી છે.

સોના અને ચાંદીના ભાવ દરરોજ વધી રહ્યા છે. ઘરેણાંના ભાવમાં વધારાને કારણે હવે લોકો માટે તે ખરીદવું મુશ્કેલ બન્યું છે, તેમ ગ્રાહકો કહે જણાવે છે.

(5:24 PM IST)