News of Sunday, 23rd February 2025
પાકિસ્તાન સામે ભારતની જીતને લઈને દેશભરમાં ઉત્સવ ના માહોલ વચ્ચે તમામ નેતાઓ ટીમ ઈન્ડિયા ઉપર અભિનંદન વર્ષા કરી રહેલ છે: અમિતભાઈ કહે છે કે, 'તમે વિશ્વભરના લાખો ક્રિકેટ ચાહકોની અપેક્ષાઓ પર ખરા ઉતરીને બધાને ગર્વ અપાવ્યો છે: રાહુલ ગાંધીએ લખ્યું કે, ભારતીય ક્રિકેટ માટે દરેક દિલની જીત !

અમિતભાઈએ ડિજિટલ મીડિયા 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'ટીમ ઈન્ડિયાએ સુંદર પ્રદર્શન કર્યુ. તમે વિશ્વભરના લાખો ક્રિકેટ ચાહકોની અપેક્ષાઓ પર ખરા ઉતરીને બધાને ગર્વ અપાવ્યો છે.
રાહુલ ગાંધીએ લખ્યું કે, ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત ! કોહલીની સદી સાથે ટીમવર્ક અને સંઘર્ષનું અદ્ભુત પ્રદર્શન. ભારતીય ક્રિકેટ માટે દરેક દિલની જીત !
ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે ભારતની જીતને લઈને દેશભરમાં ઉત્સવ ના માહોલ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સહિત તમામ નેતાઓ ટીમ ઈન્ડિયા ઉપર અભિનંદન વર્ષા કરી રહેલ છે. આ લખાય છે ત્યારે ૧૧.૨૮ કલાકે નરેન્દ્રભાઈના પ્રતિભાવની રાહ જોવાઈ રહી છે.
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
