તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Monday, 24th February 2025
ભ્રષ્ટાચારના દરેક કેસમાં FIR નોંધતાં પહેલાં પ્રાથમિક પૂછપરછ ફરજિયાત નથી સુપ્રીમ
પોલીસની કામગીરીને વધારે સરળ બનાવતો સીમાચિホરૂપ ચુકાદો : સરકારી અધિકારી સામે નોંધાયેલી ફરિયાદ રદ કરવાના કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે ભૂલભરેલો ગણાવ્યો અને અધિકારી સામેની ફરિયાદ પુનઃસ્થાપિત કરવા નિર્દેશ આપ્યા

નવી દિલ્હી,તા.૨૪: સરકારી અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના કેસમાં પોલીસની કામગીરીને વધારે અસરકારક અને સરળ બનાવતો સીમાચિホરૂપ ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. ભ્રષ્ટાચારના કેસમાં પ્રાથમિક પૂછપરછ કર્યા વગર કર્ણાટકના સરકારી અધિકારી સામે નોંધાયેલી FIRને હાઈકોર્ટે રદ કરી હતી. હાઈકોર્ટના આ નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી.જેમાં સુપ્રીમ કોર્ટે અધિકારી સામે થયેલી પોલીસ ફરિયાદને પુનઃસ્થાપિત કરવા નિર્દેશ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદાને ભૂલભરેલો ગણાવ્યો હતો અને ભ્રષ્ટાચારના દરેક કેસમાં પોલીસ ફરિયાદ નોંધતા પહેલાં પ્રાથમિક પૂછપરછ ફરજિયાત નહીં હોવાનું નોંધ્યુ હતું.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તા અને સંદીપ મેહતાની બેન્ચે ઠરાવ્યુ હતું કે, પ્રાપ્ત થયેલી માહિતીને સાબિત કરવાનો હેતુ પ્રાથમિક પૂછપરછનો નથી. માહિતીના આધારે સંજ્ઞાન લાયક ગુનો બને છે કે નહીં તેની જાણકારી માટે પ્રાથમિક પૂછપરછ કરવાની હોય છે. ભ્રષ્ટાચાર નિવારણ કાનૂનની જોગવાઈ હેઠળ નોંધાયેલા દરેક કેસમાં પ્રાથમિક પૂછપરછ ફરજિયાત નથી. ઉપરી અધિકારી પાસે પૂરતી માહિતી ધરાવતો અહેવાલ હોય અને તેમાં સંબંધિત વ્યક્તિ સામે ગુનો બનતો હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાય તો પ્રાથમિક પૂછપરછ સિવાય પણ કાર્યવાહી થઈ શકે છે.
માર્ચ ૨૦૨૪માં કર્ણાટક હાઈકોર્ટે આપેલા ચુકાદાને પડકારતી અરજી કર્ણાટક સરકારે કરી હતી. કર્ણાટક લોકાયુક્ત પોલીસ સ્ટેશનમાં એકસરકારી અધિકારી સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધાયો હતો. સંબધિત અધિકારી સામે આવક કરતાં વધુ સંપત્તિ અને અપ્રમાણસર મિલકત બદલ કાર્યવાહી હાથ ધરાઈ હતી. માર્ચ ૨૦૨૪માં કર્ણાટક હાઈકોર્ટે અધિકારી સામે નોંધાયેલી ફરિયાદને રદ કરવા હુકમ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, ભ્રષ્ટાચાર નિવારણ સહિતની કેટલીક કેટેગરીમાં પ્રાથમિક પૂછપરછ ઈચ્છનિય છે, પરંતુ તેને ફરજિયાત કહી શકાય નહીં. ભ્રષ્ટાચાર નિવારણ કાયદાનો મૂળ હેતુ ભ્રષ્ટાચાર ડામવાનો છે, પરંતુ ગુનો નોંધતા પહેલા લાંબી તપાસ કરવાની ફરજ પડાય તો કાર્યવાહી વિલંબમાં મૂકાઈ શકે છે. ભ્રષ્ટાચારીઓને છટકબારીનો લાભન મળે તે હેતુથી આ કાયદો બન્યો છે અને તપાસ કરનારી એજન્સી પર વહીવટી પ્રક્રિયા કે નિયમોનું બિનજરૂરી ભારણ હોવું જોઈએ નહીં. પ્રસ્તુત કેસમાં કર્ણાટક હાઈકોર્ટે આપેલા ચુકાદાને ભૂલભરેલો ગણાવી સુપ્રીમ કોર્ટે સંબંધિત અધિકારી સામે જ્ત્ય્ પુનઃસ્થાપિત કરવા નિર્દેશ આપ્યા હતા.(૪૦.૨)
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
