<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

સોનાના ભાવ વધુ 350 ઉછળી નવી ઊંચી સપાટી નજીક પહોંચ્યા: જાણો શું રહ્યો ચાંદીનો ભાવ ?

US ડોલરના મૂલ્યમાં મજબૂતીને લીધે આ કિંમતી ધાતુમાં તેજી

નવી દિલ્હી : વૈશ્વિક બજારોમાંથી મળેલા તેજીના સંકેત વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના ભાવ રૂપિયા 89,100ની નવી ઊંચી સપાટી નજીક પહોંચ્યા છે.

બીજી બાજુ ચાંદી કિલો દીઠ ભાવ રૂપિયા એક લાખની સપાટીએ કામકાજ કરતી હતી. US ડોલરના મૂલ્યમાં મજબૂતીને લીધે આ કિંમતી ધાતુમાં તેજી જોવા મળી રહી છે. કોમેક્સ ખાતે સોનુ ઔંસદીઠ 2,925 ડોલર રહ્યું હતું. એપ્રિલ મહિના માટેનો સોનાનો વાયદો 2,954.71 ડોલર ક્વોટ થયું છે. જ્યારે એશિયન બજારોમાં ચાંદી 0.43 ટકા વધી ઔંસદીઠ 33.20 ડોલર રહી છે.

દરમિયાન અમદાવાદ ખાતે ચાંદીના ભાવ સ્થિર રહ્યા હતા. જ્યારે અમદાવાદ સોનામાં એકંદરે સુધારો જોવા મળતો હતો. અમદાવાદ ચાંદી રૂપિયા 96,000 રહી હતી, જ્યારે અમદાવાદ સોનુ (99.9) રૂપિયા 500 વધી રૂપિયા 89,500 અને અમદાવાદ સોનુ (99.5) રૂપિયા 500 વધી રૂપિયા 89,300 રહ્યા હતા.

(8:12 PM IST)