News of Monday, 24th February 2025
પૂંછમાં નિયંત્રણ રેખા નજીક અનેક સ્થળોએ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું
શંકાસ્પદ હિલચાલની માહિતી મળતા જવાનોએ સયુંકત રીતે જંગલ વિસ્તારને ઘેરી લીધો

જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક અનેક સ્થળોએ સુરક્ષા દળોએ સોમવારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું .
શંકાસ્પદ હિલચાલની માહિતી મળ્યા બાદ, સ્થાનિક પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના જવાનોએ સંયુક્ત રીતે ગુરસાઈના ફામરનાર, કિકર મોર, ઝબદાન ગલી અને હરની, મેંધરના બ્રેલા અને કસ્બાલારી અને સુરનકોટના બફલિયાઝ જંગલ વિસ્તારોને ઘેરી લીધા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
