<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

કેનેડામાં અભ્‍યાસ કરતા કે વર્ક પરમીટવાળા ભારતીય પર લટકતી તલવાર

ઇમિગ્રેશન નિયમોમાં મોટો ફેરફાર : સ્‍ટડી અથવા વર્ક પરમિટ થઈ શકશે રદ્દ : કેનેડામાં ૪.૨૭ લાખ વિદ્યાર્થીઓ કરે છે અભ્‍યાસ

ઓટાવા, તા.૨૫: કેનેડાએ તેના ઇમિગ્રેશન નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમોમાં બોર્ડર અધિકારીઓની સત્તામાં વધારો કરવામાં આવ્‍યો છે અને હવે ત્‍યાંના બોર્ડર અધિકારીઓ કોઈપણ સમયે સ્‍ટડી, વર્ક અઠવા ટુરિસ્‍ટ વિઝા પર આવેલા લોકોના કામચલાઉ નિવાસ વિઝા રદ કરી શકે છે.

પ્રાપ્‍ત વિગતો અનુસાર તાજેતરમાં અમલમાં આવેલા નવા ઇમિગ્રેશન અને રેફયુજી પ્રોટેક્‍શન નિયમો, સરહદ અધિકારીઓને ઇલેક્‍ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન (ETA) અને ટેમ્‍પરરી રેસિડેન્‍ટ વિઝા (TRV) જેવા કામચલાઉ નિવાસી દસ્‍તાવેજો રદ કરવા માટે પહેલા કરતાં વધુ સત્તા આપે છે. આથી ત્‍યાંના બોર્ડર અધિકારીઓ કોઈપણ સમયે સ્‍ટડી, વર્ક અઠવા ટુરિસ્‍ટ વિઝા પર આવેલા લોકોના કામચલાઉ નિવાસ વિઝા રદ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે નવા નિયમોની હજારો વિદેશી નાગરિકોને અસર થશે. તેમાં મોટી સંખ્‍યામાં ભારતીયોનો પણ સમાવેશ થાય છે. નવા નિયમો હેઠળના ફેરફારોની અસર વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને કામચલાઉ નિવાસી મુલાકાતીઓ પર થશે. કેનેડામાં શિક્ષણ મેળવવા માટે મોટી સંખ્‍યામાં ભારતીયો કેનેડા જાય છે. ભારતીય વિદેશ મંત્રાલય અનુસાર, લગભગ ૪,૨૭,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્‍યાસ કરી રહયા છે.

સમાચાર સંસ્‍થાના અહેવાલ અનુસાર, જો કોઈ બોર્ડર ઓફિસર એ વાતથી સંતુષ્ટ ન હોય કે વ્‍યક્‍તિ તેના પ્રવાસની મુદત પૂર્ણ થયા બાદ કેનેડા છોડી દેશે અથવા જો દસ્‍તાવેજ વહીવટી ભૂલના આધારે જારી કરવામાં આવ્‍યો હોય તો તે સ્‍ટડી અથવા વર્ક પરમિટ રદ કરી શકે છે. નવા નિયમો અનુસાર, જો ધારક કેનેડાનો કાયમી નિવાસી બને અથવા મૃત્‍યુ પામે તો પણ પરમિટ રદ થઈ શકે છે.(૨૩.૪)

(9:55 AM IST)