News of Tuesday, 25th February 2025
અર્બન કો-ઓ. બેન્કો માટે સ્મોલ વેલ્યૂ લોનની મર્યાદા વધારી રૂ.૩ કરોડ કરાઈ
RBIએ નવી ગાઈડલાઈન તાત્કાલિક અસરથી અમલી બનાવી : લોનધારક દીઠ મહત્તમ રૂ. ૩ કરોડ સુધીની લોન મળી શકશે

મુંબઈ તા.૨૫: રિઝર્વ બેન્કે અર્બન કો-ઓપરેટિવ બેન્કો (UCB) માટે સ્મોલ વેલ્યુ લોનની વ્યાખ્યામાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત લોન વેલ્યૂ રૂ.૨૫ લાખથી વધુ ન હોય અથવા તેમની ટિપર-૧ મૂડીના ૦.૪ ટકાથી (બેમાંથી જે વધારે હોય) તેને સ્મોલ લોન ગણાશે, જેમાં લોનધારકદીઠ મહત્તમ રૂ. ૩ કરોડની લોન મળી શકરશે. નવી ગાઈડલાઈન તાત્કાલિક અસરથી અમલી બનાવી દેવાઈ છે.
અગાઉ અર્બન કો-ઓપરેટિવ બેન્કોએ તેમની સ્મોલ વેલ્યુ શોન કુલ
ધિરાણના ઓછામાં ઓછા ૫૦ ટકા રાખવી પડતી હતી અને તેમાં પણ રૂ.૨૫ લાખથી વધુ ન હોય અથવા ટિમર-૧ મૂડીના ૦.૩ ટકા પૈકી જે વધુ હોય તે સ્મોલ વેલ્યુ ધોન ગણવામાં આવતી હતી અને લોનધારકદીઠ મહત્તમ રૂ. ૧ કરોડની લોન આપવામાં આવતી હતી. જોકે સારમીઆઈએ ટાઈમલાઈન અને ઈન્ટરમીડિયેટ ટારગેટ સહિતના નિયમો યથાવત્ રાખ્યા છે.
આ ઉપરાંત આરબીઆઈએ કહ્યું કે અર્બન કો-ઓપરેટિવ શકે બેન્કો દ્વારા રેસિડેન્શિયલ માર્ગેજ (ઈન્ડિવિયુઅલ્સને અપાતી હાઉસિંગ લોન)નું એક્સપોઝર તેમની કુલ ફોનના ૨૫ ટકાથી વધવું ન જોઈએ. રેસિડેનોયલ મોર્ગેજ સિવાય રિયલ એસ્ટેટમાં એક્સપોઝર કુલ વિરાણના ૫ ટકાથી વધુ ન હોવું જોઈએ
આરબીઆઈએ અર્બન કો-ઓપરેટિવ બેન્કો માટે ટિયર-૧ માટે ઈન્ડિવિડ્યુઅલ તાઉસિંગ લોનની મર્યાદા રૂ.લી લાખ, કિપર-૧ માટે રૂ. ૧.૪૦ કરોડ, ટિપર-૩ માટે રૂ.૨ કરોડ અને ટિયર-૪ માટે રૂ.૩ કરોડ સેટ કરી છે. આરબીઆઈએ આ સાથે કહ્યું હતું. કે યુસીબીના બોર્ડ સમયાંતરે લોન સાઈઝ કેટેગરી મુજબ પોર્ટફોલિયો બિહેવિયરની સમીક્ષા કરશે અને જરૂર લાગશે ત્યાં લોનની મર્યાદા ઘટાડી શરે છે.(૩૮.૨)
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
