<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

દગાબાજ રે! ૫ મહિના સુધી દુલ્‍હને વરરાજા સાથે સુહાગરાત ન મનાવી

બાદમાં પોલ ખુલતા વરરાજો રડવા લાગ્‍યો...પત્‍ની પહેલાથી પરણેલી હતીઃ તેમ છતાં તેને પહેલા લગ્ન વિશે કોઈ જાણકારી આપી નહીં લગ્નના ૫ મહિના બાદ લૂટેરી દુલ્‍હન ૧૫ તોલા સોનું, ચાંદીના ઘરેણાં અને ૪૭ હજાર રોકડા રૂપિયા લઈને ભાગી ગઈ

ડુંગરપુર,તા.૨૫: રાજસ્‍થાનના ડુંગરપુરમાં લગ્નનો એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. જ્‍યાં ગત વર્ષે માર્ચમાં એક યુવકના લગ્ન સુંદર યુવતી સાથે થયાં હતા. સુંદર દુલ્‍હન આવતા વરરાજો ખુશ થઈ ગયો. લગ્નના થોડા મહિના બાદ જ દુલ્‍હન તેના પિયરે જતી રહી. રાજીખુશીથી યુવકે પોતાની પત્‍નીને પિયરમાં મોકલી. પણ જ્‍યારે યુવક પોતાની પત્‍નીથી પાંચ મહિના દૂર રહ્યો તો તેને પત્‍નીની યાદ આવી અને તેણે પ્રેમથી ફોન કર્યો, પૂછયું કે કયારે પાછી આવીશ? પણ કોલ પર તેને એવો જવાબ મળ્‍યો કે યુવક પણ ચોંકી ગયો.

આપને જણાવી દઈએ કે, ડુંગરપુર જિલ્લામાં સાગવાડા પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તારમાં એક લૂટેરી દુલ્‍હનનો મામલો સામે આવ્‍યો છે. લગ્ન કરાવવાના બદલામાં મહિલાએ ૪ લાખ રૂપિયા પડાવી લીધા હતા. તો વળી લગ્નના ૫ મહિના બાદ લૂટેરી દુલ્‍હન ૧૫ તોલા સોનું, ચાંદીના ઘરેણાં અને ૪૭ હજાર રોકડા રૂપિયા લઈને ભાગી ગઈ. આખી ઘટનાને લઈને પીડિત યુવકે હવે એસપી માટે ન્‍યાય માગી રહ્યો છે. તો વળી તેણે સાગવાડા પોલીસ આ ઘટનામાં મદદન કરતી હોવાનો આક્ષેપ પણ યુવકે લગાવ્‍યો છે.

સાગવાડા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારની પુનર્વાસ કોલોનીના રહેવાસી નવીન કલાલ પુત્ર મનોહરલાલ કલાલે જણાવ્‍યું કે, મોનિકા પત્‍ની કપિલ કદમ નિવાસી મહુ મધ્‍ય પ્રદેશની રહેવાસી છે. તેની બહેનના લગ્ન ઓબરીના ગામડા બ્રાહ્મણિયા ગામમાં કરાવ્‍યા હતા. જેના કારણે મોનિકા અને તેનું આવવા જવાનું થતું હતું. આ દરમ્‍યાન નવીનના લગ્નને લઈને મોનિકા સાથે ચર્ચા થઈ. મોનિકાએ ૪ લાખ રૂપિયા લઈ તેની સાથે ૬ માર્ચ ૨૦૨૪ના રોજ એમપી મહુમાંથી તેના લગ્ન ઝાંસીમાં કરાવ્‍યા.

લગ્ન બાદ ૪-૫ મહિના સુધી રાખી, તેના ઘરે પત્‍ની તરીકે રહી. ત્‍યાર બાદ રક્ષાબંધનનો તહેવાર હોવાથી ઘરે જવાનું કહીને નીકળી ગઈ. જ્‍યાંથી તે પોતાની સાથે ૧૫ તોલા સોનું, ચાંદીના ઘરેણાં અને ૪૭ હજાર રોકડા રૂપિયા લઈને નીકળી હતી. પણ પછી તે પાછી આવી નહીં. ઘણી વાર તેની સાથે ફોન પર વાત કરવાની કોશિશ કરી પણ વાત થઈ નહીં. અંતે તેણે બ્‍લોક લિસ્‍ટમાં નંબર નાખી દીધો. પીડિતે જણાવ્‍યું કે, તેની પત્‍ની પહેલાથી પરણેલી હતી. તેમ છતાં તેને પહેલા લગ્ન વિશે કોઈ જાણકારી આપી નહીં.

પીડિત નવીને એસપીને ફરિયાદ આપી છે. તેમાં જણાવ્‍યું કે, ફરિયાદ સાગવાડા પોલીસમાં આપી હતી. તેમ છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં. પોલીસે ઉલ્‍ટાનું મધ્‍ય પ્રદેશ યુવતીના પિયરે ગઈ, જેમાં આવવા જવાનો ખર્ચો પણ ફરિયાદીએ આપ્‍યો હતો. પીડિતે આરોપ લગાવ્‍યો કે, દુલ્‍હન પાસેથી પોલીસે રૂપિયા લઈને તેમના પક્ષમાં રિપોર્ટ બનાવી દીધો, આખરે પીડિતને એસપી ઓફિસે આવવું પડ્‍યું.

(10:50 AM IST)