<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

વાહ બેટે મોજ કર દી! દારુના નશામાં ટલ્લી વરરાજાએ દુલ્‍હનની જગ્‍યાએ તેની બહેનપણીને વરમાળા પહેરાવી દીધી બાદમાં બઘડાટી

નારાજ થયેલી દુલ્‍હને લગ્ન કરવાની ના પાડી દીધીઃ ગુસ્‍સામાં આવીને તેણે વરરાજાને લાફો પણ મારી દીધો

બરેલી,તા.૨૫:  ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાંથી લગ્નનો એક વિચિત્ર કિસ્‍સો સામે આવ્‍યો છે. બરેલીના કયોલડિયા વિસ્‍તારના એક ગામમાં શનિવાર રાતે લગ્ન પ્રસંગમાં ત્‍યારે હોબાળો થઈ ગયો, જ્‍યારે લગ્નના સમયે નશામાં ધૂત વરરાજાએ પોતાની દુલ્‍હનની જગ્‍યાએ તેની બહેનપણીને વરમાળા પહેરાવી દીધી.

આ વાતથી નારાજ થયેલી દુલ્‍હને લગ્ન કરવાનીના પાડી દીધી. ગુસ્‍સામાં આવીને તેણે વરરાજાને લાફો પણ મારી દીધો. ત્‍યાર બાદ બંને પરિવાર વચ્‍ચે ઝપાઝપી થઈ ગઈ અને મારામારી પર ઉતરી આવ્‍યા. આ દરમ્‍યાન બંને પરિવાર વચ્‍ચે વિવાદ એટલો વધી ગયો કે, ઘટનાસ્‍થળે ખુરશીઓ ઉડવા લાગી. જાનૈયા અને માંડવૈયાઓ વચ્‍ચે હોબાળો થઈ ગયો. બાદમાં મામલો હાથમાંથી બહાર જતાં કોઈએ પોલીસને ફોન કરી દીધો. પોલીસ આવી અને વરરાજાને દુલ્‍હન લીધા વિના ખાલી હાથે પાછા જવું પડ્‍યું.

કહેવાય છે કે, જાન બરખેડા વિસ્‍તારમાં એક ગામમાંથી આવી હતી. લગ્નમાં પહોંચેલા જાનૈયા ભોજન કરી રહ્યા હતા, અમુક લોકો ડાન્‍સ કરી રહ્યા હતા. વરરાજો આમ પણ પહેલાથી પીધેલી હાલતમાં હતો. આરોપ છે કે, વરરાજાને જરાં પણ ભાન નહોતું. વરમાળા દરમ્‍યાન તેણે દુલ્‍હનની જગ્‍યાએ તેની બહેનપણીને વરમાળા પહેરાવી દીધી.

તેનાથી નારાજ થયેલી દુલ્‍હને લગ્ન કરવાની ના પાડી દીધી. ગુસ્‍સામાં આવીને તેણે પોતાના વરરાજાને લાફો ઝીંકી દીધો. ત્‍યાર બાદ જાનૈયા અને કન્‍યા પક્ષના લોકો વચ્‍ચે મારામારી થઈ ગઈ. સૂચના મળતા જ પોલીસ પણ આવી પહોંચી. બાદમાં પોલીસે મોરચો સંભાળ્‍યો. પોલીસે વર અને તેના મિત્રોની ધરપકડ કરી. શાંતિ ભંગ કરવાના આરોપમાં ચલણ પણ પકડાવી દીધું.

પોલીસની તપાસમાં સામે આવ્‍યું કે, વરરાજાના મિત્રો કયાંકથી દારૂ ઉપાડી લાવ્‍યા હતા અને વરરાજાને પીવડાવી દીધો. દારૂ પીવાથી વરરાજો ભાન ભૂલી ગયો. પોલીસ હવે દારૂ સપ્‍લાય કરનારા શખ્‍સને પણ શોધી રહી છે. આ સંબંધમાં એક આરોપીની ધરપકડ પણ કરી છે. બીજી બાજુ દુલ્‍હનના પરિવારે વરરાજાના પરિવાર પર દહેજ માગવાનો આરોપ પણ લગાવ્‍યો છે.

(10:52 AM IST)