તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 25th February 2025
સ્ટારબકસમાં છટણીની મોસમઃ ૧૧૦૦ કર્મચારીઓને ઘરભેગા કરી દેવા તૈયારીઃ યાદી તૈયાર થઈ
વેચાણમાં ઘટાડો નોંધાતા પગલું

નવી દિલ્હી, તા.૨૫: કોફીની વાત આવે ત્યારે સ્ટારબક્સ કોફીનું નામ જીભ પર આવી જાય છે. હા, આ કંપની વિશ્વભરમાં કોફી હાઉસ ચેઇન ચલાવે છે અને ભારતમાં ટાટા ગ્રુપ સાથે સંયુક્ત સાહસ ધરાવે છે. હવે, આ મોટી કંપનીના કર્મચારીઓ પર છટણીની તલવાર લટકી રહી છે અને ૧૧૦૦ કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવા માટે એક યાદી તૈયાર કરવામાં આવી છે. સ્ટારબક્સના સીઈઓએ કંપનીના પુનર્ગઠન યોજનાના ભાગ રૂપે આ છટણીની જાહેરાત કરી છે.
રોઇટર્સના અહેવાલ મુજબ, સ્ટારબક્સ કોર્પ તેના કાર્યબળમાંથી ૧,૧૦૦ કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. સપ્ટેમ્બર ૨૦૨૪ માં પદ સંભાળ્યા પછી, ઘટતા વેચાણ વચ્ચે ગયા વર્ષે ચેરમેન અને સીઈઓ બ્રાયન નિકોલે છટણીની જાહેરાત કરી હતી. રિપોર્ટમાં કંપનીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સોમવારે કર્મચારીઓને જારી કરાયેલા પત્રમાં આ માહિતી શેર કરવામાં આવી હતી અને જે કર્મચારીઓ આ છટણીનો ભોગ બનવાના છે તેમને મંગળવાર બપોર સુધીમાં જાણ કરવામાં આવશે.
બ્રાયન નિકોલે ૨૦૨૫ ની શરૂઆતમાં જ આ છટણીનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્નાં હતું કે સ્ટારબક્સ માર્ચની શરૂઆતમાં છટણીનું પગલું ભરી શકે છે. હવે, ૧૧૦૦ કર્મચારીઓની છટણી કરવાની સાથે, તેમણે ઍમ પણ કહ્નાં છે કે કંપનીમાં સેંકડો ખાલી જગ્યાઓ પણ દૂર કરવામાં આવશે. તમને જણાવી દઈઍ કે વિશ્વભરમાં સ્ટારબક્સ સાથે લગભગ ૧૬૦૦૦ કર્મચારીઓ કામ કરે છે. કંપનીના વિશ્વભરના ૮૦ દેશોમાં ૩૬,૦૦૦ થી વધુ સ્ટોર્સ છે.
રિપોર્ટ અનુસાર, સ્ટારબક્સના સીઈઓ બ્રાયન નિકોલે છટણી અંગેના તેમના પત્રમાં સ્પષ્ટતા કરી છે કે અમારો હેતુ વધુ કાર્યક્ષમ રીતે કામ કરવાનો, જવાબદારી વધારવાનો, જટિલતા ઘટાડવાનો અને વધુ સારા ઍકીકરણને પ્રોત્સાહન આપવાનો છે, આને ધ્યાનમાં રાખીને, કાર્યબળ ઘટાડવાનું પગલું લેવામાં આવી રહ્નાં છે, પરંતુ તે રોસ્ટિંગ અને વેરહાઉસ સંબંધિત સ્ટાફને અસર કરશે નહીં. આ સાથે, જે કર્મચારીઓ આ છટણીનો ભોગ બનવાના છે તેમને ૨ મે, ૨૦૨૫ સુધી પગાર અને અન્ય લાભો મળતા રહેશે.
સ્ટારબક્સનો ભારતમાં પણ મોટો વ્યવસાય છે અને દેશમાં કંપની ટાટા ગ્રુપની કંપની ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ સાથે સંયુક્ત સાહસ ચલાવે છે. ટાટા સ્ટારબક્સે ઓક્ટોબર ૨૦૧૨ માં ભારતમાં કોફીહાઉસ ચેઇન બિઝનેસ શરૂ કર્યો હતો અને તે સતત તેના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્નાં છે. ગયા વર્ષે, ૨૦૨૪ સુધીમાં તેના ૩૯૦ સ્ટોર્સ હતા અને ૨૦૨૮ સુધીમાં ૧૦૦૦ સ્ટોર્સ ખોલવાનું લક્ષ્ય રાખ્યું છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
