તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૧ સોમવાર
News of Tuesday, 25th February 2025
UAN એક્ટિવેટ કરવાની અને બેંક એકાઉન્ટને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા ૧૫ માર્ચ ૨૦૨૫ સુધી લંબાવાઈ
નોકરિયાતોએ ૧૫ માર્ચ સુધીમાં કરવું પડશે આ કામ નહીં તો થશે ભારે નુકસાન

નવી દિલ્હી, તા.૨૫: EPFOએ ELI સ્કીમનો લાભ ઉઠાવવા માટે શ્ખ્ફ એક્ટિવેટ કરવાની અને બેંક એકાઉન્ટને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા (ડેડલાઈન) ૧૫ માર્ચ ૨૦૨૫ સુધી લંબાવી દીધી છે. શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ૨૧ ફેબ્રુઆરીએ જારી કરાયેલા એક પરિપત્રથી આ માહિતી સામે આવી છે. આ પહેલા પણ ઘણીવાર સમયમર્યાદા (ડેડલાઈન) લંબાવવામાં આવી ચૂકી છે. આ પહેલા UAN એક્ટિવેટ કરવાની અને બેંક એકાઉન્ટને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૫ હતી. આપને જણાવી દઈએ કે, UAN એક ૧૨ અંકનો નંબર છે, જે EPFO દરેક નોકરિયાતને આપે છે. આ એક એવો નંબર છે, જેના દ્વારા તમે તમારા ભ્જ્ બેલેન્સને એક જ નંબરથી ટ્રેક અને એક્સેસ કરી શકો છો.
ELI સ્કીમનો લાભ ઉઠાવવા માટે કરવું પડશે આ કામELI એટલે કે એમ્પ્લોયમેન્ટ-લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમનો લાભ મેળવવા માટે UAN એક્ટિવેશન અને બેંક એકાઉન્ટને આધાર સાથે લિંક કરવું જરૂરી છે. જો તમે ELI સ્કીમમાંથી પૈસા મેળવવા માંગો છો તો તમારે તમારું UAN એક્ટિવેટ કરવું પડશે અને આધાર કાર્ડને તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક કરવું પડશે. આ પ્રક્રિયા EPFO દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. આના વગર તમે આ યોજનાનો લાભ ઉઠાવી શકતા નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણે જુલાઈ ૨૦૨૪ના કેન્દ્રીય બજેટમાં ELI સ્કીમની શરૂઆત કરી હતી.
ELI એટલે કે એમ્પ્લોયમેન્ટ-લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમનો લાભ મેળવવા માટે શ્ખ્ફ એક્ટિવેશન અને બેંક એકાઉન્ટને આધાર સાથે લિંક કરવું જરૂરી છે. જો તમે ELI સ્કીમમાંથી પૈસા મેળવવા માંગો છો તો તમારે તમારું શ્ખ્ફ એક્ટિવેટ કરવું પડશે અને આધાર કાર્ડને તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક કરવું પડશે. આ પ્રક્રિયા EPFO દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. આના વગર તમે આ યોજનાનો લાભ ઉઠાવી શકતા નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણે જુલાઈ ૨૦૨૪ના કેન્દ્રીય બજેટમાં ELI સ્કીમની શરૂઆત કરી હતી.
UAN શું છે?આ ૧૨ આંકડાનો એક નંબર છે, જે EPFO દરેક નોકરિયાતને આપે છે. તે તમારા તમામ PF એકાઉન્ટ્સને મેનેજ કરવામાં મદદ કરે છે. પછી ભલે તમે ગમે એટલી કંપનીઓમાં કામ કરો, તમારો UAN એક જ રહેશે. આનાથી તમે તમારા PF બેલેન્સને સરળતાથી ટ્રેક કરી શકો છો. કર્મચારીઓ આધાર-આધારિત OTP નો ઉપયોગ કરીને UAN એક્ટિવેશન પ્રક્રિયાને પૂર્ણ કરી શકે છે.
આ ૧૨ આંકડાનો એક નંબર છે, જે EPFO દરેક નોકરિયાતને આપે છે. તે તમારા તમામ PF એકાઉન્ટ્સને મેનેજ કરવામાં મદદ કરે છે. પછી ભલે તમે ગમે એટલી કંપનીઓમાં કામ કરો, તમારો UAN એક જ રહેશે. આનાથી તમે તમારા PF બેલેન્સને સરળતાથી ટ્રેક કરી શકો છો. કર્મચારીઓ આધાર-આધારિત OTP નો ઉપયોગ કરીને શ્ખ્ફ એક્ટિવેશન પ્રક્રિયાને પૂર્ણ કરી શકે છે.
ELI સ્કીમનો લાભ ઉઠાવવા માટે કર્મચારી તેમના શ્ખ્ફને એક્ટિવ કરવા માટે આ સરળ સ્ટેપ્સ ફોલો કરી શકે છે.
- EPFO મેમ્બર પોર્ટલ પર જાઓ.
- ઈમ્પોર્ટન્ટ લિંક્સની નીચે એક્ટિવેટ UAN લિંક પર ક્લિક કરો.
- UAN, આધાર નંબર, નામ, જન્મ તારીખ અને આધાર સાથે લિંક કરેલ મોબાઇલ નંબર દાખલ કરો.
- કર્મચારીઓએ ખાતરી કરવી જોઈએ કે તેમનો મોબાઈલ નંબર આધાર સાથે લિંક થયેલો હોય, જેથી તેઓ EPFOની તમામ ડિજિટલ સેવાઓનો લાભ ઉઠાવી શકે.
- આધાર OTP વેરિફિકેશન માટે સંમતિ આપો.
- તમારા આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર OTP મેળવવા માટે “Get Authorization PIN” પર ક્લિક કરો.
- એક્ટિવેશન પૂર્ણ કરવા માટે OTP દાખલ કરો.
સફળ એક્ટિવેશન પર તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પાસવર્ડ મોકલવામાં આવશે. એકવાર UAN એક્ટિવેટ થઈ ગયા પછી તમે EPFOની ઘણી ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરી શકો છો. જેમ કે પીએફ એકાઉન્ટ મેનેજ કરવું, પીએફ પાસબુક જોવી અને ડાઉનલોડ કરવી, એડવાન્સ, વિથડ્રોલ અથવા ટ્રાન્સફર માટે ઓનલાઈન ક્લેમ સબમિટ કરવો, પર્સનલ માહિતી અપડેટ કરવી અને રીઅલ-ટાઈમ ક્લેમ મોનિટરિંગ. એટલે કે હવે તમે તમારા પીએફનું તમામ કામ ઘરે બેઠા કરી શકો છો.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
