<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

ટ્રમ્‍પને પત્રકાર પરીષદમાં ફ્રાન્‍સના રાષ્‍ટ્રપતિ મેક્રોએ ટોકયા : સૌની સામે તાત્‍કાલીક ભુલ સુધારી

યુક્રેનને ભંડોળ આપવા બાબતે મેક્રોને હાથ પકડીને તેમને અટકાવ્‍યા

નવી દિલ્‍હી, તા.૨૫: અમેરિકાની મુલાકાતે પહોંચેલા ફ્રાન્‍સના પ્રમુખ ઈમેનુએલ મેક્રોને એક કાર્યક્રમમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પને ટોકયા હતા. બંને વચ્‍ચે યોજાયેલી પ્રેસ કોન્‍ફરન્‍સમાં ટ્રમ્‍પે દાવો કર્યો હતો કે, ‘યુરોપ યુક્રેનને પૈસા ઉધાર આપી રહ્યું છે અને તેના પૈસા પાછા લઈ રહ્યું છે. જ્‍યારે અમેરિકાએ યુક્રેનને યુદ્ધ લડવા માટે ખરેખર પૈસા આપ્‍યા છે.' આ વાત પર મેક્રોને ટ્રમ્‍પનો હાથ પકડીને તેમને અટકાવ્‍યા અને તેમને ટોકયા હતા.

ફ્રાન્‍સના પ્રમુખ ઈમેનુએલ મેક્રોને કહ્યું હતું કે, ‘ના, ખરેખર... સાચું કહું તો, અમે આ યુદ્ધનો ૬૦્રુ ખર્ચ ચૂકવી દીધો છે. સરળ શબ્‍દોમાં કહીએ તો, અમેરિકાએ લોન, ગેરંટી, ગ્રાન્‍ટ આપી પણ અમે પૈસા આપ્‍યા.'

રશિયાપ્રયુક્રેન યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે

રશિયા-યુક્રેન યુદ્ધ અંગે અમેરિકન પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે જણાવ્‍યું હતું કે મને વિશ્વાસ છે કે રશિયાના પ્રમુખ પુતિન યુક્રેનમાં યુરોપિયન શાંતિ રક્ષકોને સ્‍વીકારશે. આશા છે કે યુદ્ધ થોડા અઠવાડિયામાં સમાપ્ત થઈ જશે અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્‍સકી ટૂંક સમયમાં અમેરિકા આવશે અને એક કરાર પર હસ્‍તાક્ષર કરશે. આનાથી યુક્રેનના મહત્ત્વપૂર્ણ ખનિજો સુધી અમેરિકાને પહોંચ મળશે, જેનો ઉપયોગ મુખ્‍ય તકનીકોમાં થાય છે.

ફ્રાન્‍સના પ્રમુખ ઈમેનુએલ મેક્રોને કહ્યું કે, આ શાંતિનો અર્થ યુક્રેનનું આત્‍મસમર્પણ ન હોવું જોઈએ. આનો અર્થ ગેરંટી વિના યુદ્ધવિરામ ન હોવો જોઈએ. આ શાંતિ યુક્રેનિયન સાર્વભૌમત્‍વને મંજૂરી આપવી જોઈએ.(૨૩.૧૨)

(1:16 PM IST)