હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હી વિધાનસભામાં હાઈવોલ્ટેજ ડ્રામાઃઆતિશી સહિત ૨૨ ધારાસભ્યો આખા દિવસ માટે સસ્પેન્ડ
સસ્પેન્શન બાદ આપના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર દેખાવો કર્યા

નવી દિલ્હી, તા.૨૫: આજે દિલ્હી વિધાનસભા સત્રનો બીજો દિવસ છે. આજે વિધાનસભામાં CAG રિપોર્ટ રજૂ થવાનો હતો એ પહેલા વિધાનસભા અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ વિપક્ષ નેતા આતિશી સહિત આમ આદમી પાર્ટીના તમામ ૨૨ ધારાસભ્યોને દિવસભર માટે સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્શન પછી, બધા AAP ધારાસભ્યોએ દિલ્હી વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું.
વિપક્ષ નેતા આતિશી સહિત આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્યોએ ગૃહની બહાર ભગતસિંહ અને ભીમરાવ આંબેડકરના ફોટા લઈને સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. આતિશીએ દિલ્હી સરકારને પૂછયું કે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ભગત સિંહ અને આંબેડકર સાહેબના ફોટા કેમ હટાવવામાં આવ્યા છે?
આખા દિવસ માટે વિધાનસભામાંથી સસ્પેન્ડ કર્યા બાદ, AAP ધારાસભ્ય સંજીવ ઝાએ કહયું, ‘ગઈકાલે, મુખ્યમંત્રી કાર્યાલયમાં ડૉ. બીઆર આંબેડકરની તસવીરની જગ્યાએ પીએમ મોદીની તસવીર લગાવવામાં આવી હતી.' જ્યારે અમે સ્પીકરને પૂછયું કે શું પીએમ મોદી ડૉ. બીઆર આંબેડકર કરતાં મોટા છે, ત્યારે તેમણે આ મુદ્દો ઉઠાવવા બદલ અમને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરી દીધા. તેઓ (ભાજપ) ડૉ. બીઆર આંબેડકરને ધિક્કારે છે, પરંતુ દેશ તેને સ્વીકારશે નહીં.
લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાના સંબોધન દરમિયાન સૂત્રોચ્ચાર કરવા બદલ ખ્ખ્ભ્ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલા સૂત્રોચ્ચાર અંગે, વિધાનસભા અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ તેમને શાંત રહેવા કહયું. જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરવાનું બંધ ન કર્યું, ત્યારે વિજેન્દ્ર ગુપ્તાએ આતિશી સહિત ૨૨ ખ્ખ્ભ્ ધારાસભ્યોને દિવસભર માટે સસ્પેન્ડ કરી દીધા.(૨૩.૧૯)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
