News of Tuesday, 25th February 2025
મહાકુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતીઓ પર મધ્યપ્રદેશમાં હુમલો
અજાણ્યા લોકોએ વાહનો પર પથ્થમારો કર્યો હતો : પથ્થરમારામાં વડોદરાના શ્રદ્ધાળુને ઈજા પહોંચી

ભોપાલ, તા.૨૫: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભનો આવતીકાલે અંતિમ દિવસ છે. અત્યાર સુધીમાં ૬૦ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. મહાકુંભમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ ગયા છે. મધ્ય પ્રદેશના થાનડેલા પાસે મહાકુંભથી પરત આવતા વડોદરાના પરિવાર પર હુમલો થયો હતો. અજાણ્યા લોકોએ વાહનો પર પથ્થમારો કર્યો હતો. પથ્થરમારામાં વડોદરાના શ્રદ્ધાળુને ઈજા પહોંચી હતી.
ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ મહાકુંભ વિશે ભ્રામક માહિતી ફેલાવવા બદલ ૧૪૦ સોશિયલ મીડિયા હેન્ડલ સામે ૧૩ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (જ્ત્ય્) દાખલ કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ પોલીસનો સોશિયલ મીડિયા લ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખાસ નજર રાખી રહયું છે. ત્રિવેણી સંગમમાં સ્નાન કરતી મહિલા શ્રદ્ધાળુઓના વાંધાજનક વીડિયો શેર થયા બાદ, સોશિયલ મીડિયા સેલ વધુ સતર્ક થઇ ગયું છે.૨૬મી ફેબ્રુઆરી મહા શિવરાત્રીનો દિવસ મહાકુંભનો છેલ્લો દિવસ છે. દરમિયાન, મહાકુંભના છેલ્લા દિવસે ભક્તોનો મોટો ધસારો થવાની શક્યતા છે, ઉત્તર પ્રદેશ પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે મહાશિવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
