<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

ઉદ્યોગપતિએ પોતાના પુત્રને સરકારી શાળામાં દાખલ કર્યો

એટલું જ નહીં, ર કરોડ રૂપિયાનું દાન પણ આપ્‍યું શાળાને

ચિકમંગલુરૂઃ જાહેર શિક્ષણના મહત્‍વને રેખાંકિત કરતા એક નોંધપાત્ર પગલામાં મુદ્રમાને કોફી કયોરીંગ કંપનીના માલિક સંતોષ મુડીગેરે નજીકની મુકિતગેરેપુરા સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળાના વિકાસ માટે રૂપિયા ર કરોડનું દાન આપ્‍યું છે. આ નોંધપાત્ર યોગદાન એવા સમયે આવ્‍યું છે જયારે રાજયની ઘણી સરકારી શાળાઓ વિદ્યાર્થીઓના અભાવે બંધ થઇ જવાનો સામનો કરી રહી છે.

સંતોષે માત્ર શાળાને આર્થિક ટેકો જ નથી આપ્‍યો, પરંતુ તે જ શાળામાં પોતાના પુત્રનું એડમીશન કરાવીને સરકારી શિક્ષણમાં પોતાનો વિશ્વાસ પણ દર્શાવ્‍યો છે સંતોષે કહયું ‘‘મે સરકારી શાળામાં અભ્‍યાસ કર્યો છે, હું ઇચ્‍છુ છુ કે મારા પુત્રને પણ એવો જ અનુભવ મળે''

૧૯૭૩ માં સ્‍થપાયેલ મુતિગેરેપુરા સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા એલકેજીથી સાતમાં ધોરણ સુધીનું શિક્ષણ તમિલ અને અંગ્રેજી બન્‍ને માધ્‍યમોમા઼ આપે છે. શાળામાં હાલમાં ૩૬૩ વિદ્યાર્થીઓ છે. જેમાં ૧પ૦ અંગ્રેજી માધ્‍યમના છે.

વધુ વર્ગખંડની જરૂરિયાતને પૂરી કરવા માટે સંતોષનાં ઉદાર હાથના દાનથી આઠ નવા ઓરડાઓ બનાવવામાં આવ્‍યા છે. જેનું ર૮ ફેબ્રુઆરીએ ઉદધાટન થવાનું છે. ચાર નવા ઓરડાઓ સરકારી ભંડોળમાંથી બન્‍યા છે જેના લીધે કુલ નવા વર્ગખંડોની સંખ્‍યા ૧ર થઇ ગઇ છે.  (૩૬-૧ર)

(4:12 PM IST)