<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

એલોન મસ્કની "સ્ટારલિંક" ભારતમાં પ્રવેશ કરવા દરવાજા ખખડાવી રહેલ છે: આવતા મહિને સેટેલાઇટ બ્રોડબેન્ડ લાઇસન્સ માટે અરજી કરશે: હોમ પ્લાન મહિને ૩૫ ડોલર થી ૫૦ ડોલર ની રેન્જમાં અને સ્ટારલિંક સેવા મેળવવા માટે હાર્ડવેરનો ખર્ચ ૨૦૦થી ૩૫૦ ડોલર સુધીનો હોઈ શકે છે *ન્યૂઝફર્સ્ટ*

એલોન મસ્કની "સ્ટારલિંક" ભારતમાં આવતા મહિને સેટેલાઇટ બ્રોડબેન્ડ લાઇસન્સ માટે અરજી કરે તેવી શક્યતા છે. એલોન મસ્ક મે થી જુલાઈ વચ્ચે ભારતમાં સ્ટારલિંક સેવાઓ શરૂ કરી શકે છે, જે તમામ જરૂરી મંજૂરીઓને આધીન રહેશે. સ્ટારલિંક પ્રીમિયમ સેવાઓ પ્રદાન કરે તેવી શક્યતા છે જેમાં હોમ પ્લાન, પ્રાયોરિટી પ્લાન અને ગ્લોબલ રોમિંગ પેક કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે.

હોમ પ્લાન મોટે ભાગે દર મહિને ૩૫ ડોલર થી ૫૦ ડોલર ની રેન્જમાં હોય શકે છે. સ્ટારલિંક સેવા મેળવવા માટે હાર્ડવેરનો ખર્ચ લગભગ ૨૦૦ ડોલર થી ૩૫૦ ડોલર સુધીનો હોઈ શકે છે.

સ્થાનિક પ્રતિનિધિત્વ, ભારતીય ચલણમાં ચુકવણી, ભારતમાં કાનૂની અધિકારીની નિયુક્તિ સહિતના સરકારી ધોરણોનું સ્ટાર લિંક પાલન કરશે.

પ્રથમ ફેઝ જાહેર થશે ત્યારે, સરકાર ફક્ત સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓને જ મંજૂરી આપી શકે છે, સેટેલાઇટ ટુ ફોન (SET - PHONE) સેવાને મંજૂરી નહીં આપે.

મોદી સરકાર અને સ્ટાર લિંક કંપની, છેલ્લા બે અઠવાડિયાથી ડીલ કરવા અંગે વાટાઘાટો કરી રહ્યા છે.

સ્ટારલિંકની સેવાઓ પહેલાથી જ  પડોશી દેશ ભૂટાનમાં ઉપલબ્ધ છે, અને ખૂબ જ ટૂંક સમયમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં લોન્ચ થશે: ન્યુઝફર્સ્ટ

(9:52 PM IST)