News of Tuesday, 25th February 2025
ગોદરેજ સહિત બે કંપનીઓ અને એસ્ટેટ ઓફિસરો સામે સીબીઆઇએ એફઆઇઆર દાખલ કરી: પર્યાવરણ અને વન્યજીવન મંજૂરી વિના એક મોટો રહેણાંક પ્રોજેક્ટ બનાવી નાખ્યો: ન્યુઝફર્સ્ટ*

નવી દિલ્હી: રાજ ભવન તરફથી ફરિયાદ મળ્યા બાદ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ બર્કલે રીઅલ ટેક લિમિટેડ, ગોદરેજ એસ્ટેટ ડેવલપર્સ અને એસ્ટેટ ઓફિસના અધિકારીઓ સામે ચંદીગઢ ઇન્ડસ્ટ્રિયલ એરિયા ફેઝ-વનમાં પર્યાવરણ અને વન્યજીવન મંજૂરી વિના એક મોટો રહેણાંક પ્રોજેક્ટ બનાવવા બદલ આઈપીસી કલમ ૪૨૦, ૧૨૦ બી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૩(૨) અને ૧૩(૧)(ડી) હેઠળ એફઆઇઆર – ફોજદારી ફરિયાદ નોંધી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે: ન્યુઝફર્સ્ટ
એસ્ટેટ ઓફિસના અધિકારીઓ સાથે મળીને આ બંને કંપનીઓએ ઈન્ડસ્ટ્રીયલ એરિયા ફેઝ-૧માં મોટા પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા પરંતુ તેમણે સંબંધિત વિભાગો પાસેથી પર્યાવરણ અને વન્યજીવની મંજૂરી લીધી ન હતી.
એસ્ટેટ ઓફિસના ઘણા વરિષ્ઠ અધિકારીઓ ફસાઈ શકે છે.
જ્યારે પંજાબના ગવર્નર અને યુટીના પ્રશાસકને આ અંગેની માહિતી મળી તો તેમની ઓફિસ દ્વારા સીબીઆઈને ફરિયાદ આપવામાં આવી હતી.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
