<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

બોર્ડની પરીક્ષા આપવા ઘરેથી નીકળી કુંવારી છોકરી, રસ્તામાં દુલ્હન બની ગઈ

સેન્ટરની જગ્યાએ જાનુ પાસે પહોંચી ગઈઃબિહારની એક છોકરીએ બોર્ડથી વધારે લગ્નને વધારે જરૃરી સમજ્યું આ કારણે તે એક્ઝામ સેન્ટર જતાં પહેલાં તેણે પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધાં.

બિહાર,તા.૨૫

 ભારતમાં હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. કોઈ પણ બોર્ડ હોય, હાલમાં પરીક્ષાઓની સીઝન ચાલી રહી છે. આમ તો લગભગ દરેક ક્લાસની એક્ઝામ ચાલી રહી છે, પણ બોર્ડ્સનું પ્રેશર અલગ જ હોય છે. બાળકોને એક્ઝામ પાસ કરવાનો એટલો ભય હોય છે કે તેઓ કેટલીય રાતો સુધી સૂઈ શકતા નથી. ઘણી વાર તો બાળકો ખાવા-પીવાનું છોડી દેતા હોય છે.ભારતમાં મા-બાપ પર પણ બાળકોની પરીક્ષાનું પ્રેશર હોય છે. બાળકો સારું કરી શકે તેના માટે વાલીઓ પણ કેટલાય વાયદા કરતા હોય છે. સાથે જ તેમને પરીક્ષામાં નાપાસ થવાનું પરિણામ પણ બતાવી દેતા હોય છે. તેમાં મોટા ભાગની છોકરીઓ માટે એક જ કન્ડિશન હોય છે, કાં તો પરીક્ષા પાસ કરો અથવા લગ્ન કરી લો. પણ બિહારની એક છોકરીએ બોર્ડથી વધારે લગ્નને વધારે જરૃરી સમજ્યું. આ કારણે તે એક્ઝામ સેન્ટર જતાં પહેલાં તેણે પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધાં.

૨૨ ફેબ્રુઆરીના રોજ બિહાર બોર્ડનું ઈંગ્લિશનું પેપર હતું. આ દરમ્યાન સોશિયલ મીડિયા પર એક્ઝામ આપવા નીકળેલી છોકરીનો વીડિયો શેર કર્યો. છોકરી એક્ઝામ સેન્ટર જતાં પહેલાં પોતાના પ્રેમી સાથે મુલાકાત કરી. ત્યારબાદ તેણે પ્રેમીના હાથે માંગમાં સિંદૂર ભર્યું. છોકરી પણ ખુશી ખુશી પોતાની માંગમાં સિંદૂર ભરતી દેખાઈ. છોકરાએ આ સિંદૂરદાનનો વીડિયો પણ બનાવ્યો અને તેણે સોશિયલ મીડિયા પર શેર કરી દીધો, જ્યાંથી તે વાયરલ થઈ ગયો.

બિહારમાં ઘણી વાર બોર્ડ એક્ઝામમાં ભાગીને લગ્ન કરવાના કિસ્સાઓ આવતા રહે છે. હકીકતમાં અહીં મોટા ભાગની છોકરીઓને એવું કહેવાય છે કે પરીક્ષા પાસ નહીં કરે તો તેમના લગ્ન કરાવી દેવામાં આવશે. ત્યારે આવા સમયે કેટલીય છોકરીઓ અઘરા પેપર જોઈને માની લેતી હોય છે કે તેને ફેલ થઈ જશે. તેથી તે મા-બાપ પરણાવે ત્યાં લગ્ન કરવાની જગ્યાએ પોતાના મનપસંદ યુવક સાથે લગ્ન કરી લેતી હોય છે.

(10:33 PM IST)