હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 25th February 2025
દ્વારકા: શિવરાત્રીની પૂર્વ સંધ્યાએ સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લાના જગ પ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદન દરિયા કિનારે આવેલ ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ કોઈ નરાધમો ઉઠાવી ગયા: થાળું આખું ઉપાડીને દરિયા કાંઠે મૂકી દીધું: ભક્તોમાં પ્રચંડ રોષ: સ્થાનિકો દોડી ગયા : જુઓ વિડીયો

(પરેશ પારેખ પોરબંદર) સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ માતાના મંદિર ખાતે દરિયા કિનારે આવેલ પૌરાણિક મહાદેવ મંદિરમાંથી શિવલિંગ કોઈ ઉઠાવી ગયું..
શિવલિંગ કાઢીને દરિયા સુધી લઈ ગયા હોવાના મળતા પુરાવા..
શિવલિંગ મંદિરમાંથી ગાયબ થતા ભક્તોમાં રોષ..
પોલીસ અને એસ આર ડી જવાનો મંદિરે પહોંચ્યા..
દોઢ વર્ષ પૂર્વે અહીં આ વિસ્તારમાં દરિયા કિનારે આવેલ ગેર કાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા ત્યારે આ એક મંદિર દરિયા કિનારે રહ્યું હતું..
મંદિરમાંથી શિવલિંગ કાઢી જતા સ્થાનિકો સ્થળ પર પહોચ્યા..
શિવલિંગ મંદિરમાંથી કાઢી જતા ભક્તોમાં રોષ વ્યાપ્યો..
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
