<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે દવાઓ :બદલાશે ટૂંક સમયમાં નિયમો: જાણો શું છે કેન્દ્ર સરકારની યોજના?

આવનારા સમયમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના દવાની દુકાનોમાંથી કોઈ દવા ખરીદી શકાશે નહીં. આ અંગે ટૂંક સમયમાં નિયમો આવી શકે છે

નવી દિલ્હી. દવાઓના દુરુપયોગની ચિંતાઓ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવે કહ્યું છે કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓનું વેચાણ ન કરવું જોઈએ. આરોગ્ય સચિવે રાજ્યના દવા નિયમનકારો સાથેની બેઠકમાં એમ પણ કહ્યું હતું કે ગુણવત્તાયુક્ત દવાઓનું વેચાણ સુનિશ્ચિત કરવા માટે નિયમનકારી ધોરણોને મજબૂત કરવા જોઈએ.

  સ્વાસ્થય સચિવે સોમવારે રાજ્યના ડ્રગ રેગ્યુલેટર્સ સાથેની એક બેઠકની અધ્યક્ષતા કરી હતી જેમાં નશા મુક્ત ભારત અભિયાન હેઠળ ગેરકાયદે ડ્રગના ઉપયોગને રોકવા અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની નિયમનકારી ક્ષમતાઓને મજબૂત કરવાના માર્ગો પર વિચારણા કરવામાં આવી હતી

  જો તમારી પાસે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હશે તો જ તમે દવાઓ ખરીદી શકશો. બેઠકમાં આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે દેશમાં માત્ર ગુણવત્તાયુક્ત અને અસરકારક દવાઓનું વેચાણ થાય તે સુનિશ્ચિત કરવા માટે નિયમનકારી ધોરણો મજબૂત કરવા જોઈએ.

  મીટિંગ દરમિયાન તેમણે રાજ્યના ડ્રગ રેગ્યુલેટર્સને વિનંતી કરી હતી કે દવાઓ પ્રિસ્ક્રિપ્શન દ્વારા જ વેચવામાં આવે તે સુનિશ્ચિત કરે જેથી દાણચોરી અથવા માદક દ્રવ્યોના અન્ય ગેરકાયદે ઉપયોગને અટકાવી શકાય.

  તેમણે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) અને 905 ડ્રગ મેન્યુફેક્ચરિંગ અને ટેસ્ટિંગ ફર્મ્સનું જોખમ-આધારિત નિરીક્ષણ હાથ ધરવા માટે રાજ્ય દવા નિયમનકારોની પ્રશંસા કરી.

(11:25 PM IST)