News of Thursday, 27th February 2025
લગ્નની પહેલી રાતે પત્નીએ એવી ડિમાન્ડ કરી જે યુવકના મૃત્યુનું કારણ બની ગયુ
સવાર પડતા જ બધુ બરબાદ થઈ ગયું

નવી દિલ્હી,તા.૨૭: પヘમિ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લા હેઠળના પાનિહાટીમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે બધાને હચમચાવી દીધા છે. ખરેખર એક યુવક અને યુવતીના પ્રેમ લગ્ન થયા હતા. પરિવારના સભ્યો આ લગ્ન માટે તૈયાર નહોતા. તેથી બંને પ્રેમી પંખીડાઓએ ભાગીને લગ્ન કરી લીધા. અને એકબીજાના થઈ ગયા. લગ્ન પછી તેઓ ભાડાના મકાનમાં પહોંચ્યા અને તેમના લગ્નની રાતની ઉજવણી કરવાનું શરૂ કર્યું. યુવકે દુલ્હનનો ઘૂંઘટ હટાવી તેની નજીક આવે તે પહેલાં જ છોકરી એક જીદ પકડીને બેસી ગઈ. આ યુવાન આ જીદ પૂરી કરી શકયો નહીં. આ પછી સવારે રૂમમાંથી તેનો મળતદેહ મળી આવ્યો.
આ કેસમાં પોલીસે દુલ્હનની ધરપકડ કરી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે યુવકની હત્યા કરવામાં આવી છે કે તેણે આત્મહત્યા કરી છે. રોય કે યાપમાં મળતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. જ્યારે તેની નવી દુલ્હનનું નામ બ્યુટી રોય છે. બંનેએ ખૂબ પ્રયાસ કર્યા પણ તેમના માતા-પિતાને લગ્ન માટે મનાવી શકયા નહીં. જોકે અભિએ કોઈક રીતે છોકરીને ભાગી જવા અને લગ્ન કરવા માટે મનાવી લીધી. બ્યુટી રોય ઘરેથી ભાગી ગઈ અને લગ્ન કરી લીધા, પણ તેના મનમાંને મનમાં તેના માતાપિતા સાથે દગો કરવાની વાત સતાવતી હતી. તેને લઈને તે પોતાને દોષિત માનતી હતી.
લગ્ન પછી બંનેએ નવું જીવન શરૂ કરવા માટે એક મિત્રના ઘરે એક રૂમ ભાડે રાખ્યો. લગ્નની રાત્રે દુલ્હને એ વાતની જીદ પકડીને બેસી ગઈ કે તે તેના ઘરે પાછા ફરવા જવા માંગે છે. વરરાજા તેને વારંવાર રોકવા માટે સમજાવતો રહ્યો. તેણે કહ્યું કે લગ્ન પછી પાછળ ફરીને જોવાનો કોઈ અર્થ નથી પણ દુલ્હન આ વાતે સંમત ન થઈ. આ પછી સવારે અભિનો મળતદેહ રૂમમાંથી મળી આવ્યો. પત્ની બ્યુટી રોય મળતદેહ પાસે રડતી મળી આવી હતી. યુવકની હત્યા કરવામાં આવી છે કે તેણે આત્મહત્યા કરી છે તે સ્પષ્ટ નથી. આ કેસની તપાસ ચાલી રહી છે.(૪૦.૩)
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
