<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ૪૪

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

વિધીઃ- ‘‘૪૪:‘‘અ''અને‘‘મ''વગર ઓમ ધ્‍વનિ ઉપર મનને એકાગ્ર કરો.''

ઓમ ધ્‍વનિ ઉપર એકાગ્ર કરો પરતુ આ ઓમમાં ‘‘ અ''  ‘‘મ'' ના રહેત ત્‍યારે ફકત ઉ બચે છે. આ મુશ્‍કેલ વિધી છે. પરંતુ કેટલાક લોકો માટે તે માફક આવી જાય છે. ખાસ કરીને જે લોકો ધ્‍વનિ સાથે કામ કરે છે  સંગીતજ્ઞ, કવિ કે જેમના કાન બહુ જ સંવેદનશીલ છે એમના માટે આ વિધિ સહયોગી થઇ શકે છે. પરંતુ બીજાઓ માટે જેમના કાન સંવેદનશીલ નથી એમના માટે આ વિધિ કઠણ પડશે કારણ કે એ બહુ સુક્ષ્મ છે.

તો તમારે એમનો ઉચ્‍ચાર કરવાનો છે અને ઉચ્‍ચારમાં ત્રણે ધ્‍વનિઓ અ ઉ મ નો અનુભવ કરવાનો છે. એ ત્રણે ઓમમાં સમાયેલા છે. બહુ જ સંવેદનશીલ કાન જ આ ત્રણે ધ્‍વનિઓને જુદા જુદા સાંભળી શકે છે. તે અલગ અલગ છે તેમજ નજીક નજીક છે. જો તમે એમને અલગ અલગ સાંભળી ના શકો તો આ વિધિ તમારા માટે નથી. તમારે તમારા કાનોને એના માટે પ્રશિક્ષિત કરવા પડશે.

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:42 AM IST)