<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

વર્લ્‍ડ બેન્‍કને ભારત ઉપર ભરપૂર ભરોસોઃ રોકાણ કરવા વિશ્‍વને આપી સલાહ

ગ્રોથ અંગે કોઇ ટેન્‍શન નથી

નવી દિલ્‍હી તા.૨૭: ભારત માટે વિદેશથી સારા સમાચાર આવ્‍યા છે. વિશ્વ બેંકે ભારતીય અર્થતંત્રમાં વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો છે અને વિશ્વભરના રોકાણકારોને ભારતમાં રોકાણ કરવાની સલાહ આપી છે. એડવાન્‍ટેજ આસામ ૨.૦ બિઝનેસ સમિટમાં બોલતા, વિશ્વ બેંકના કન્‍ટ્રી ડિરેક્‍ટર ઓગસ્‍ટે તાનો કુઆમે જણાવ્‍યું હતું કે થોડી મંદી છતાં, ભારતનું ભવિષ્‍ય ઉજ્જવળ છે અને અમે દેશની આર્થિક સંભાવનાઓ અંગે સકારાત્‍મક છીએ.

ભારતના વિકાસની

કોઈ ચિંતા નથી

વિશ્વ બેંકના કન્‍ટ્રી ડિરેક્‍ટરે કહ્યું કે ભારતના વિકાસ દરમાં થોડો ઘટાડો થવાની સંભાવના છે, પરંતુ અમે હાલમાં તેની ચિંતા કરતા નથી. ભારતના વિકાસ દર વિશે વધુ વાત કરતા તેમણે કહ્યું કે માત્ર એક ટકાની વધઘટથી ભારતીય અર્થતંત્ર પ્રત્‍યે વિશ્વ બેંકના સકારાત્‍મક દૃષ્ટિકોણમાં કોઈ ફેરફાર થશે નહીં, કારણ કે ભારત હાલમાં રોકાણ માટે શ્રેષ્ઠ સ્‍થળ છે.

રોકાણકારો માટે આ અપીલ

પીટીઆઈ અનુસાર, ઓગસ્‍ટે તાનો કુઆમેએ કહ્યું કે જો કોઈ વર્તમાન જીડીપીના આંકડાઓ વિશે ચિંતિત છે, તો અમે કહીશું કે ચિંતા કરવાની કોઈ વાત નથી, ભારત વિશ્વમાં એક ચમકતો તારો છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો ભારતમાં રોકાણ કરો, ભારતીય અર્થતંત્રનો વિકાસ તેને રોકાણ માટે એક પ્રિય સ્‍થળ બનાવે છે.

(10:44 AM IST)