News of Thursday, 27th February 2025
૩૦ કલાકની જહેમત બાદ સુરતની ભયાનક આગ કાબુમાં : ૮૫૦ દુકાનો ખાખઃ ૫૦૦ કરોડનું નુકશાન
અનેક કરોડપતિ વેપારીઓ ‘રોડપતિ' થઇ ગયા :૪૦ ફાયર ફાઇટરો દ્વારા ૪૦ લાખ લીટર પાણીનો મારો ચલાવાયો

સુરત, તા.૨૭: સુરતની શિવશકિત ટેક્ષટાઇલ માર્કેટની ભીષણ આગ આખરે ૩૦ કલાકની મહેનત બાદ કાબુમાં આવી છે. ૪૦ થી વધુ ફાયર ફાઇટરોએ ૪૦ લાખ લીટર પાણીનો એકધારો મારો ચલાવી આગને કાબુમાં લીધી છે પણ આગને કારણે ૮૫૦ થી વધુ દુકાનો બળીને ખાખ થઇ ગઇ છે. અને તેને કારણે તેઓને ૫૦૦ કરોડનું અંદાજે નુકશાન થયાનું જાણવા મળે છે. ૪ માળની ઇમારત ભસ્મીભુત થઇ જતાં અનેક કરોડપતિ ‘રોડપતિ' થઇ ગયાનું જણાય છે. હાલ કુલીંગની કામગીરી ચાલુ છે.
ચાર માળની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની ઇમારતમાં ૮૫૦થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. અહીંના કાપડના વેપારીઓને ૫૦૦ કરોડથી વધુનું નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે.આ ભીષણ આગને કારણે વેપારીઓના હાલ બેહાલ થયા છે. કેટલાય વેપારીઓએ પોતાની દુકાન પોતાની જ આંખની સામે જ બળતી જોઈ છે. તેમના આખા જીવનની મહેનત તેમની સામે જ ખાખ થતાં વેપારીઓમાં પણ રોષ અને દુઃખની લાગણી છવાઈ છે. સંવાદદાતાએ ત્યાં હાજર અનેક વેપારીઓ સાથે પણ વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો છે.
સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં બાદ લાગેલી આગ બેકાબૂ બની હતી. ફાયરબ્રિગેડ દ્વારા ૩૦ કલાક જેટલા સમય સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. મેજરકોલ જાહેર કરવામાં આવ્યો હતો. જેથી શહેરભરની ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. ત્યારે આગ લાગ્યાના ૩૦ કલાકથી વધારે સમય વિત્યા બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. હાલ કૂલિંગની કામગીરી ચાલી રહી છે.
૮૫૦થી વધુ દુકાનો ભીષણ આગની ચપેટમાં આવી ગઈ હતી. જેમાંથી ૪૦૦થી જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. ફાયર વિભાગની ૪૦થી વધુ ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધા બાદ હાલ કૂલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આગને કાબૂમાં લેવા માટે ૪૦ લાખ લિટરથી વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી ૮૦૦થી વધુ દુકાનો આગની ચપેટમાં આવી ગઇ હતી. જેમાં ૪૦૦થી વધુ દુકાનો બળીને ખાખ થઇ ગઇ છે. ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. બારડોલી, નવસારી, સુરત સહિતની ફાયરની ટીમો આગ ઓલવવાની કામગીરીમાં લાગી હતી. આ ઉપરાંત હજીરા, ઓએનજીસી, રિલાયન્સ, ક્રિભકો સહિત કંપનીના ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી.
ભયાનક આગને લીધે કાવર બ્રિગેડ પાસે પાણી પણ ખૂટી ગયું હતું, જેથી પાલિકાએ પોતાના અલગ અલગ વોટર વર્ક્સ, આજુબાજુના વિસ્તારો, હજીરા, નવસારીથી પાણીના ટેક્રરો મંગાવાયા હતા. ૩૫૦૦ લીટર અને ૧૦,૦૦૦ લીટરના પાણીના ટેક્રરોથી બાજુની અભિષેક માર્કેટની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પાણી ઠાલવવામાં આવ્યું હતું. આગ લાગવાના કારણ અંગે તપાસ શરૂ છે, પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટની ઘટના સામે આવી છે.(૨૩.૧૯)
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
