News of Thursday, 27th February 2025
આસામમાં ૫.૦ તીવ્રતાનો ભૂકંપ : દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હળવા આંચકા અનુભવાયા
જાનમાલના નુકશાનના કોઈ અહેવાલ નથી

નવી દિલ્હી, તા.૨૭: આસામમાં વહેલી સવારે મોરીગાંવ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૦ માપવામાં આવી હતી. ગુવાહાટી અને રાજ્યના અન્ય ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે ભૂકંપ સવારે ૨:૨૫ વાગ્યે ૧૬ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.
આસામમાં ભૂકંપ સામાન્ય છે કારણ કે આ રાજ્ય ભારતના સૌથી વધુ ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાંનું એક છે. તે સિસ્મિક ઝોન સ્ માં આવે છે, જેનો અર્થ એ છે કે અહીં તીવ્ર ધ્રુજારીનું જોખમ વધારે છે. પરંતુ આસામ સિવાય, તેના આંચકા મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર અને દિલ્હીપ્રએનસીઆર સુધી અનુભવાયા હતા. મધ્યરાત્રિ પછી આવેલા આ ભૂકંપના કારણે લોકો ગભરાઈ ગયા અને પોતાના ઘરની બહાર નીકળી ગયા.
દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નોઈડા, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં કેટલાક લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે, ભૂકંપ ખૂબ જ હળવા હતા, તેથી મોટાભાગના લોકો ઊંઘતા રહ્યા અને બહાર નીકળવાની કોઈ સ્થિતિ નહોતી.
અધિકારીઓએ જણાવ્યુ કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની સંપત્તિના નુકસાન કે જાનહાનિના સમાચાર નથી. તેમણે કહ્યું કે ભૂકંપની અસર બહુ વધારે નહોતી કારણ કે તેનું કેન્દ્ર બંગાળની ખાડીમાં હતું. તેમણે કહ્યું કે ઓડિશાના પારાદીપ, પુરી, બહેરામપુર અને અન્ય કેટલાક સ્થળોએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
