<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

ઇન્‍સ્‍ટાગ્રામ શોર્ટ વિડીયો માટે અલગ એપ લાવશે?

ટીકટોકના ભવિષ્‍યને જોઇને લેવાઇ શકે છે નિર્ણય

નવી દિલ્‍હી, તા.૨૭: અમેરિકામાં ચાઇનીઝ શોર્ટ વિડીયો એપ ટિકટોકના ભવિષ્‍ય અંગે અનિતિતા જોઈને, ઇન્‍સ્‍ટાગ્રામ તેની શોર્ટ વિડીયો ફીચર રીલ્‍સને એક અલગ એપ તરીકે લોન્‍ચ કરી શકે છે.ટેકનોલોજી ક્ષેત્રના પ્રકાશન ધ ઇન્‍ફર્મેશન અનુસાર, ઇન્‍સ્‍ટાગ્રામના વડા એડમ મોસેરીએ આ અઠવાડિયે કર્મચારીઓને આ વિશે માહિતી આપી હતી.

જોકે, ઇન્‍સ્‍ટાગ્રામની પેરેન્‍ટ કંપની મેટાએ આ સંદર્ભમાં પૂછવામાં આવેલા પ્રશ્ન પર કોઈ માહિતી આપી નથી.આ વર્ષે જાન્‍યુઆરીમાં, યુએસ રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે TikTok ને સ્‍થાનિક કાયદાનું પાલન કરવા માટે ૭૫ દિવસનો સમય આપ્‍યો હતો.આ કાયદો ભૂતપૂર્વ રાષ્‍ટ્રપતિ જો બિડેનના વહીવટીતંત્ર દ્વારા બનાવવામાં આવ્‍યો હતો. આ કાયદા મુજબ, જો TikTok અમેરિકન કાયદાનું પાલન નહીં કરે, તો તેને સ્‍થાનિક કંપનીને વેચવું પડશે અથવા પ્રતિબંધનો સામનો કરવો પડશે.(૪.૯)

(4:26 PM IST)