<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

મહાકુંભથી ફેમસ થઇ ગયા ઘણાં ચહેરાઓ કોઇને મળી ફીલ્‍મ તો કોઇ પહોચ્‍યું ટી.વી.શો પર

આઇઆઇટી બાબાથી માંડીને મોનાલીસા સુધી

મહાકુંભનગરઃ મહાકુંભમાં શોશ્‍યલ મીડીયાએ પણ કમાલ કરી. હર્ષા રીછારીયા, આઇઆઇટી બાબા, મોનાલીસા, આકાશ યાદવ, ચાવાળો, ચિપીયાવાળા બાબા જેવા ડઝનો લોકો છે જે ચર્ચાનો વિષય બન્‍યા.

ખોટો સવાલ પુછવા માટે યુટયુબરોને ધોઇ નાખનાર ચિમટા બાબા કેટલાયે દિવસો સુધી ટોપ ટ્રેન્‍ડમાં રહયાં. સાધ્‍વીના રૂપમાં હર્ષા રીછારીયા છવાયેલી રહી. મહાકુંભમાં રૂદ્રાક્ષની માળા વેચવા આવેલ મોનાલીસા હવે બોલીવુડમાં પહોચી ગઇ છે અને ફિલ્‍મ મણીપુર ડાયરીનું શુટીંગ કરી રહી છે.

આઇઆઇટી બાબા પણ પોતાની વાતોથી સોશ્‍યલ મીડીયા પર છવાઇ ગયા. પ્રેમીકાની સલાહ પર દાતણ વેચવા આવેલ આકાશ યાદવને તો એટલી પ્રસિધ્‍ધી મળી કે તેને મુંબઇમાં ટીવી શોમાં બોલાવાયો.

ફાયર અધિકારી અને શિક્ષીકાના રૂપમાં ૩૭ વર્ષ જુના મિત્રોના મીલનનો વાયરલ વિડીયોને ભાગ્‍યે જ એવુ કોઇ હશે જેણે નહીં જોયો હોય. કાંટાવાળા બાબાની કહાણી, અનાજ બાબાના માથા પર હરી ભરી ફસલ, માથા પર ચંદન લગાવીને લખપતી બનવાની સ્‍કીમ, ચણા વેચીને લખપતી બની ગયેલ યુવકના વીડીયો હવે કેટલાયે વર્ષો સુધી જોવાશે, સંભળાશે અને તેના પર ચર્ચાઓ થતી રહેશે.

પવિત્ર ત્રિવેણી તટ પર ૧૩ જાન્‍યુઆરીથી શરૂ થયેલ દિવ્‍ય, ભવ્‍ય મહાકુંભનું ૪પ દિવસ પછી બુધવારે મહાશિવરાત્રીના સ્‍નાન સાથે સમાપન થયુ હતું. ઓડીઓથી દ્વારા યોજાયેલ પ્રદર્શનમાં દેશ-વિદેશથી આવેલ લાખો શ્રધ્‍ધાળુંઓ ફર્યા હતા. આ પ્રદર્શનમાં બાગાપતની ચાદર, હાથરસની હિંગ અને અલીગઢના બનેલ પીતળની વસ્‍તુઓ આકર્ષણનું કેન્‍દ્ર રહયાં. નાયબ કમિશ્નર, ઉદ્યોગ શરદ ટંડને જણાવ્‍યું કે ૪પ દિવસમાં લાખો લોકો પ્રદર્શનમાં આવ્‍યા. કરોડો રૂપીયાનું વેચાણ થયું. મુખ્‍યમંત્રી યોગી આદીત્‍યનાથ, કેન્‍દ્રીય મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાને પણ પ્રદર્શનની મુલાકાત લીધી અને ઉદ્યોગકારોની હિંમત વધારી.

(3:03 PM IST)